જામજોધપુરમાં વાંસજાળીયા રેલવે ફાટકથી આગળ આવેલ નાલા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને રેઈડ દરમિયાન રૂા.19,440 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુરમાં વાંસજાળીયા રેલવે ફાટકથી આગળ આવેલ નાલા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન મહેન્દ્ર રૂડાભાઈ ઘરસંડીયા, ભરત ચુનીભાઇ ઘઘડા, જીતેન્દ્ર ભીખુભાઇ ઘાણક, વિજય રમણીકલાલ ઘાઘડા, જયેશ મનસુખભાઇ વાછાણી, નામના પાંચ શખ્સોને રૂા. 19,440 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.