જામનગર લોક અદાલતમાં 15 હજારથી વધુ કેસો મૂકવામાં આવ્યા છે. જામનગર ઇન્ચાર્જ ચેરમેન ડીએલએસ કે.આર. રબારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 2022 ની પ્રથમ લોક અદાલતમાં 10 હાજર રેગ્યુલર લોક અદાલતમાં કેસ મૂકવામાં આવ્યા છે અને 5 હાજર પ્રિલિટિગ્રેશન લોક અદાલતમાં કેસ મૂકવામાં આવ્યા છે. તેમાં વેરિયેશ કેટેગરી કેસો છે. જેમાં જામનગરની પ્રજાને વોટર કનેક્શન અંગેના, ઇલેક્ટ્રિક સિટી અંગેના, ફેમિલી ડ્રિસ્ટીબ્યુટ અંગેના અને બીજા ઘણા બધા એવા કેસ છે. જેમાં જામનગરની પ્રજાને ખુબજ લાભ થઈ તેમ છે. 15 હજારથી વધુના કેસોમાં લોકોને ઘર બેઠા સમાધાન અને ન્યાય મળશે. જેથી સમાજમાં લોકોમાં સંબંધ સુમેળભર્યા થશે.