યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર મોંઘવારી પર પડી રહી છે. જેના પરિણામે રાજ્યના ઘણા શહેરોમાં ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો થતા ગૃહિણીઓનું બેજટ ખોરવાયું છે. મધ્યમવર્ગને મોંઘવારીના મારનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે યુદ્ધ યુદ્ધ આયાત અને નિકાસને અસર કરી રહ્યું છે, જેના કારણે તેલના ભાવમાં વધારો થયો છે.
સીંગતેલ ડબ્બાનો ભાવ રૂપિયા 2520,કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2550થી પણ વધારે છે ત્યારે સૂર્યમુખી, મકાઈ અને પામતેલના ભાવમા પણ વધારો થયો છે. સિંગતેલમા ડબ્બાના ભાવમાં એક જ દિવસે રૂપિયા 70નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ સીંગતેલ ડબ્બા નો ભાવરૂપિયા 2520 થયો છે. કપાસીયા તેલના ડબ્બાનો ભાવ 2440 હતો તે 2550 થયો છે.
પામતેલમાં એક જ દિવસમાં રૂ.70નો વધારો થયો છે. પામતેલ ભાવ 2470થી 2495પર પહોંચ્યો છે. પ્રથમ વખત એવું બન્યું છે કે કપાસિયા કરતાં પામતેલ મોંધુ થયું છે. પામતેલ માં બેફામ સટ્ટાખોરી ચાલતી હોવાથી ભાવમાં વધારો થયો છે. પહેલા દૂધનના ભાવમાં અને હવે તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સિંગતેલ અને કપાસિયા તેલની સાથે સાથે મકાઈ, પામતેલના ભાવોમાં પણ વધારો નોંધાતા લોકોનું બજેટ ખોરવાયું છે.