ગુજરાતમાં ઉનાળાની ગરમીએ ગતી પકડી લીધી છે. છેલ્લા કેટલાક દિવસથી તાપમાનનો પારો નિરંતર ઉચકાઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાતો હતો તે પણ હવે ઘટી ગયો છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યનાં કુલ 6 શહેરોમાં તાપમાનનો પારો 36 ડિગ્રીને પાર થયો છે.
ઉલ્લેખનિય છે કે 9 શહેરોમાં તાપમાન 35 ડિગ્રીને પાર થઈ ગયું છે. આ સિવાયના રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉચકાયો છે. દિવસ દરમિયાન બપોરના સમયે આકરા તાપનો અહેસાસ થવા લાગ્યો છે.
હવામાન ખાતાએ પ્રસિદ્ધ કરેલી વિગતો પ્રમાણે, અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 36.1 ડિગ્રીએ અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીને પાર થઈ ગયું છે. સુરેન્દ્રનગરમાં 36.5 અને મહુ વામાં તાપમાન 36.6 ડિગ્રીએ પહોચી ગયું છે. વેરાવળ, પોરબંદર, ઓખા, દ્વારકા, અમરેલી, કંડલા પોર્ટ અને કંડલા એરપોર્ટમાં રાત્રીનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીને પાર પહોચી ગયું છે. જોકે દ્વારકા અને ઓખામાં લઘુત્તમ તાપમાન 21.8 ડિગ્રી નોંધાયું છે.