રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનમાં ભારતના અનેક લોકો ફસાયા છે. જે પૈકી મોટા ભાગના વિદ્યાર્થીઓ છે. જેઓ યુક્રેન મેડીકલનો અભ્યાસ કરવા માટે જાય છે. અહીથી વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેન સંકટ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
પ્રધાનમંત્રીએ બોલાવેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 4 કેન્દ્રીય મંત્રીઓ યુક્રેનના પાડોશી દેશમાં જશે. હરદીપસિંહ પૂરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરણ રીજ્જુ અને વી.કે.સિંહ યુક્રેનના પાડોશી દેશોમાં ભારતના વિદેશ રાજદૂત તરીકે જશે. અને ત્યાંથી ઓપરેશન ગંગાનું સંચાલન કરશે. ભારતીયોને જલ્દીથી યુક્રેન માંથી પરત લાવવા માટે આ નિણર્ય લેવામાં આવ્યો છે.
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સરકારે ઓપરેશન ગંગા લોંચ કર્યું છે. અત્યાર સુધી 460 કરતાં વધારે લોકોને પરત લાવવામાં આવ્યા છે. ચાર મંત્રીઓ યુરોપ જઇને ભારતીયોને લાવવાના પ્રયાસો કરશે તેવી જાણકારી સામે આવી છે.