જામનગરમાં જી. જી. હોસ્પિટલ સામે આવેલ 42 દુકાનોની લીઝ 2013માં પૂર્ણ થઈ ગઈ હોવા છતાં આ અંગે જામનગર મહાનગરપાલિકા દ્વારા આ અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો ન હોય, આથી આ અંગે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષ નેતા આનંદ રાઠોડ દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
જેમાં જણાવ્યું છે કે, જામનગર શહેરમાં જી. જી. હોસ્પિટલની સામે લીઝ ઉપર બનાવેલી 42 દુકાનો જે દુકાનોની 2013માં લીઝ પૂર્ણ થઈ ગઈ છે. વર્ષ 2022 થયું તો પણ લીઝવાળી દુકાન પર કોઇ જાતનું મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં નથી આવ્યો. આ દુકાનો ગુલાબ કુંવરબા ટ્રસ્ટની 50 વર્ષના પટ્ટામાં લીઝ ઉપર દુકાનો આપી હતી. હાલે તે દુકાનોની મુદ્ત નથી આવતો, ગુલાબ કુંવરબા ટ્રસ્ટે નિયમ અને શરતોને આધિન જે હાલે રોડ ઉપર દુકાનો છે તે મહાનગરપાલિકા દ્વારા દૂર થઈ જાય તે દુકાનોની પાછળની જગ્યામાં ગુલાબ કુંવરબા ટ્રસ્ટ દ્વારા નવી દુકાનોનું બાંધકામ કરી આપીને જે ભાુડઆત છે. તે જ ભાડુઆત ને આપવામાં આવશે. આથી આ દુકાનો હાલે તે છે રોડ પર ટ્રાફિકની સમસ્યા છે તો જો આ દુકાનો ત્યાંથી હટાવી પાડી ગુલાબકુંવરબા ટ્રસ્ટને ફરી લીઝ ઉપર આપે જેથી કરીને મહાનગરપાલિકાની ટેકસ સાથેની ભાડાની આવકો પણ ચાલુ થાય અને મહાનગરપાલિકા આર્થિક નુકસાની ન આવે અને મહાનગરપાલિકાને ભાડા અને ટેકસમાં ફાયદો થાય તેવી સીધી અને સરળ વાત છે છતાં 2013 નો પ્રશ્ર્ન હજી સુધી નથી લેવામાં આવ્યો. આ નિર્ણય તાત્કાલિક લેવામાં આવે તેવી માંગણી કરાઈ છે. જો આ નિર્ણય તાત્કાલિક લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ધરણા અને પ્રદર્શન કમિશનર અને મેયર કાર્યાલય સામે કરવામાં ચિમકી ઉચ્ચારાઈ છે.