Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષની નિયુક્તિ થતાં સન્માનિત

જામનગર જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષની નિયુક્તિ થતાં સન્માનિત

- Advertisement -

જામનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે ભરતભાઈ ડાંગરિયા નિયુક્તિ કરવામાં આવી છે. જામનગરના બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણી ઉદ્યોગપતિ, લઘુ ઉદ્યોગ ભારતીના જિલ્લાના પ્રમુખ અને જી.આઇ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિયેશનના કારોબારી સભ્ય તેમજ પાટીદાર સમાજના અગ્રણી ભરતભાઈ જસમતભાઈ ડાંગરીયાની સર્વાનુમતે જામનગર વિશ્વ હિંદુ પરિષદના જિલ્લા અધ્યક્ષ તરીકે વરણી થતાં ખાસ જામનગરમાં મળેલી વિશ્વ હિંદુ પરિષદની બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને માતૃશક્તિ દુર્ગાવાહિનીના હોદ્દેદારો કાર્યકરોએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા. આ તકે અન્ય વિવિધ સામાજિક અને ધાર્મિક તેમજ જ્ઞાતિ મંડળના અગ્રણીઓએ નવનિયુક્ત વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisement -

1964થી હિન્દુ વિચારધારા સાથે હિન્દુઓના હક્ક માટે કાર્યરત વિશ્વ હિન્દુ પરિષદના જામનગર જિલ્લાના અધ્યક્ષ તરીકે ભરતભાઈ જસમતભાઈ ડાંગરીયાની સૌરાષ્ટ્ર પ્રાંતના વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ભરતભાઇ મોદી અને અધિકારીઓ દ્વારા પ્રાંત બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને તેની સંલગ્ન સંસ્થાઓની જામનગરના ઓશવાળ-2માં આવેલા શ્રીજી હોલ ખાતે પરિચય બેઠક યોજાઇ હતી. આ પરિચય બેઠક વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના સત્સંગ સંયોજક રાજેશભાઈ સાકરીયા, માતૃશક્તિના સૌરાષ્ટ્ર પ્રાંતના સહ સંયોજિકા નિમિષાબેન ત્રિવેદી, બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જેમાં જામનગર વિશ્વ હિન્દુ પરિષદના નવનિયુક્ત અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, કોષાધ્યક્ષ સુબ્રમણ્યભાઈ પીલ્લે, ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, વિશ્વ હિન્દુ પરિષદ પ્રચાર-પ્રસાર વિભાગના જિલ્લા સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, ગૌરક્ષા વિભાગના સંયોજક ધર્મેન્દ્રસિંહ, માતૃશક્તિ વિભાગના જિલ્લા સંયોજિકા હીનાબેન અગ્રાવત, સહ સંયોજીકા પ્રફુલાબેન અગ્રાવત, લીનાબેન ત્રિવેદી, બજરંગદળના જિલ્લા સંયોજક પ્રીતમસિંહ વાળા, સહ સંયોજક વિશાલભાઈ હરવરા, વિમલ જોશી સહિતના અગ્રણી હોદેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ નિયુક્તિ થયા બાદની પરિચય બેઠકમાં ખાસ જામનગરની અગ્રગણ્ય સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના ભાણજીભાઈ પાંભર, સવજીભાઈ ચોવટીયા, પરેશભાઈ કથીરીયા અને તેમની ટીમ, લઘુ ઉદ્યોગ ભારતીના હરેશભાઈ રામાણી અને દિનેશભાઈ નારીયા ઉપરાંત તેની ટીમ તેમજ સરદાર પટેલ ક્ધઝ્યુમર્સ સોસાયટીના ગોકળભાઈ રામાણી, જયેન્દ્રભાઈ મુંગરા સહિતની ટીમ તેમજ જી.આઇ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા, તુલસીભાઈ મૂંગરા, જામનગર ઇલેક્ટ્રોપ્લેટસ એસોસિએશનના પ્રમુખ મનસુખભાઇ ચૌહાણ, ધનજીભાઈ કછેટીયા, કાંતિભાઈ લાઠીયા, ઘનશ્યામભાઈ તાળા, સરદાર એસ્ટેટના પ્રમુખ જયેશભાઈ વસોયા, વાલ્મિકી સમાજ અને દલિત સમાજના અગ્રણી એવા સી.કે. વાઘેલા, આર. ડી. મકવાણા, હરીશભાઈ મકવાણા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સમરસતા વિભાગના સંયોજક જીવરાજભાઈ કબીરા પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત પ્રમુખ તરીકે ભરતભાઈ ડાંગરિયાને શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisement -

આ તકે વિશ્વ હિન્દુ પરિષદના નવનિયુક્ત પ્રમુખપદે આરૂઢ થતાં ભરતભાઈ ડાંગરિયાએ સમગ્ર વિશ્વ હિંદુ પરિષદની ટીમને સાથે લઈને જિલ્લામાં મજબૂત હિન્દુ સંગઠન બનાવવા વચન આપ્યું હતું તેમજ ઉપસ્થિત લોકોએ શુભેચ્છા પાઠવી હતી તેઓનો આભાર પણ વ્યક્ત કરી હિન્દુ સમાજ માટે વિશ્વ હિંદુ પરિષદના તમામ કાર્યોમાં તન-મન અને ધનથી સાથ સહકાર આપવા પણ અપીલ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular