Thursday, December 26, 2024
Homeરાજ્યકોંગ્રેસની ચિંતન શિબિર શરૂ થાય તે પૂર્વે જ કોંગ્રેસના બે આગેવાનોએ કેશરીયો...

કોંગ્રેસની ચિંતન શિબિર શરૂ થાય તે પૂર્વે જ કોંગ્રેસના બે આગેવાનોએ કેશરીયો ધારણ કર્યો

સાંસદ પૂનમબેન માડમ તથા પબુભા માણેક દ્વારા બંને આગેવાનોને ભાજપમાં પ્રવેશ કરાવ્યો

- Advertisement -

દ્વારકામાં આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસની ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહેવાના હોય, દ્વારકા કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે ચિંતન શિબિરના આયોજનની તડામાર તૈયારી વચ્ચે કલ્યાણપુર તાલુકા કોંગ્રેસના બે મોટા આગેવાનોએ કેશરીયો ધારણ કર્યો હતો. જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય લખુભાઇ ગોજીયા અને તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય ધરણાંતભાઇ કરંગીયા (મામા) ગઇકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. હાલારના સાંસદ પૂનમબેન માડમ ઉપરાંત પબુભા માણેક સહિતના ભાજપના આગેવાનોએ કોંગ્રેસના બંને આગેવાનોનું ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવી સ્વાગત કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular