Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં બીમારી સબબ વૃદ્ધનું મોત

જામનગર શહેરમાં બીમારી સબબ વૃદ્ધનું મોત

જામનગર શહેરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં આવેલા નંદનપાર્ક વિસ્તારમાં રહેતાં વૃદ્ધને એક વર્ષથી થયેલી બીમારીના કારણે હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્ર્વરનગરમાં આવેલા કે.પી. શાહ વાડી સામે આવેલા નંદનપાર્કમાં રહેતા વનરાજસિંહ લાખુભા જાડેજા (ઉ.વ.62) નામના વૃદ્ધને છેલ્લાં એક વર્ષથી કીડનીની બીમારી હતી અને આ બીમારીને કારણે તેમને ડાયાલીસીસ માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર જયદીપસિંહ દ્વારા જાણ કરાતા હેકો કે.પી. સોઢા તથા સ્ટાફ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular