જામનગરમાં કે.વી.રોડ ઉપર આવેલ એવન કોમ્પ્લેક્ષ સિદ્ધનાથ સંકુલની સામે એક દુકાનની બહાર રાખેલ સ્પેરપાર્ટ્સના સામાનમાં આગ લગતા ફાયર વિભાગ ની ટીમ દોડી ગઈ હતી.
આ અંગે ની વિગત મુજબ જામનગરમાં કે.વી.રોડ ઉપર આવેલ સિદ્ધનાથ સંકુલની સામે એવન કોમ્પ્લેક્ષ નજીક રાજવી મોટર્સની બહાર રાખેલ સ્પેરપાર્ટ્સના સામાનમાં ગઈકાલે સાંજે આગ લાગી હતી. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી જઈ આગને કાબુમાં લીધી હતી.