Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોના 853 કરોડના બજેટને સામાન્ય સભાની ઔપચારિક બહાલી

જામ્યુકોના 853 કરોડના બજેટને સામાન્ય સભાની ઔપચારિક બહાલી

હર્ષદકુંવરીબા, લત્તા મંગેશકર અને કાશ્મીરી બાપુને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી : સ્ટે. ચેરમેન મનિષ કટારીયાએ રજૂ કર્યું બજેટ : કાલાવડનાકા બહારના બ્રિજ અને હોસ્પિટલ સામેની દુકાનો મુદ્ે વિપક્ષ-સત્તાપક્ષ સામસામે

- Advertisement -

- Advertisement -

 

જામનગર મહાપાલિકાના વર્ષ 2022-23ના વાર્ષિક અંદાજપત્રને જામ્યુકોની સામાન્ય સભામાં ઔપચારિક બહાલી આપવામાં આવી છે. બજેટમાં કોઇપણ જાતના વધારાના કર-દર નાખવામાં આવ્યા નથી. અગાઉ સ્થાયી સમિતિએ મંજૂર કરેલા 853 કરોડના બજેટને બહાલી આપવામાં આવી હતી. મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામનગર મહાપાલિકાની બજેટ બેઠકમાં સ્ટે. કમિટીના ચેરમેન મનિષ કટારીયાએ જામ્યુકોનું વર્ષ 2022-23નું 853 કરોડના ખર્ચનું બજેટ રજૂ કર્યું હતું. આ તકે તેમણે બજેટની જુદી જુદી દરખાસ્તો તેમજ આગામી વર્ષમાં હાથ ધરવામાં આવનારા વિકાસકામોની વિસ્તૃત વિગતો રજૂ કરી હતી. બજેટમાં 853 કરોડના ખર્ચ સામે 760 કરોડની વર્ષ દરમિયાન આવક દર્શાવવામાં આવી છે. જ્યારે બંધ પુરાં 147 કરોડ દર્શાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 2021-22માં કોરોના મહામારી, કુદરતી આફતો જેવી કે અતિવૃષ્ટિ, વાવાઝોડુ વચ્ચે પણ મહાપાલિકાએ પોતાની સેવાઓ અવિરત રાખી છે અને શહેરના વિકાસને પ્રાધાન્ય આપી આંતર માળખાકીય સુવિધાઓ વિસ્તારવા પર જોર આપ્યું છે. આ સિલસિલો આગામી વર્ષમાં પણ યથાવત્ રીતે જાળવી રાખવામાં આવશે. કોઇપણ જાતના નવા કરવેરા વગરના આ બજેટને મંજૂરી આપવા માટે તેમણે બજેટની દરખાસ્તો સાથેની કોપી મેયરને સુપ્રત કરી હતી. ત્યારબાદ બજેટની જુદી જુદી દરખાસ્તો અંગે સામાન્ય સભામાં ચર્ચા હાથ ધરવામાં આવ્યા બાદ મંજૂરી આપવામાં આવી હતી. બજેટની ચર્ચા દરમિયાન વિપક્ષી કોર્પોરેટર અસ્લમ ખિલજીએ કાલાવડ નાકા બહારના જર્જરીત પુલ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. ભયજનક બનેલા આ બ્રિજની જગ્યાએ જો નવો બ્રિજ બનાવવામાં આવે તો જ શહેરનો વિકાસ થયો તેમ માની શકાય. આ ઉપરાંત તેમણે ભૂગર્ભ ગટરના કામમાં થતાં ભ્રષ્ટાચારનો મુદ્ો પણ ઉઠાવ્યો હતો તથા નવા વિકસી રહેલા લાલવાડી વિસ્તારમાં કોઇ આરોગ્ય કેન્દ્ર ન હોવાનું જણાવ્યું હતું. આ ચર્ચા દરમિયાન સત્તાપક્ષના ગોપાલ સોરઠીયા અને વિપક્ષી નેતા આનંદ રાઠોડ વચ્ચે રકઝક થઇ હતી. બન્ને જૂથો વચ્ચે વાતાવરણ ઉગ્ર થઇ ગયું હતું. આનંદ રાઠોડે હોસ્પિટલ સામેની 42 દુકાનોની લીઝનો મુદ્ો ઉઠાવ્યો હતો. જેને કારણે બન્ને સામસામે આવી ગયા હતાં. બજેટ બેઠકના પ્રારંભે જામનગરના હર્ષદકુંવરીબા, લત્તા મંગેશકર અને જુનાગઢના સંત કાશ્મીરીબાપુના નિધન અંગે શોક વ્યક્ત કરી તેમને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular