કોરોના બાદ નાગરિકો હેલ્થ પોલીસી તરફ વળ્યા છે.પરંતુ આજે પણ અનેક કિસ્સા એવા સામે આવે છે, વીમો લીધા બાદ સારવાર બાદ નાણા ચુકવતા નથી.
મેડિકલ વીમા કંપનીઓ જયારે ગ્રાહક પાસે વીમો ઉતારવાનો હોય ત્યારે અવનવી જાહેરાતો કરી પણ જયારે ક્લેઇમ કરવાની વાત આવે ત્યારે તેવા જ અવનવા બહાના કરી બને તેટલા વીમા પાસ નહીં કરવાની ફિરાકમાં હોય છે. વીમા કંપનીના ક્લેઈમને લઈને વડોદરા ગ્રાહક કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હોસ્પિટલમાં દાખલ થયા વગર સારવાર લીધેલ દર્દીનો ક્લેઈમ નકારી ન શકાય તેવુ તારણ કોર્ટે કાઢ્યું છે. સમગ્ર બાબતે ગ્રાહક કોર્ટનો દરવાજો ખખડાવનાર ફરિયાદીને આંખની સારવાર માટે ક્લેઈમની રકમ ચૂકવવા કોર્ટે આદેશ આપતા કહ્યું છે કે આધુનિક ટેકનોલોજીથી સારવાર કરી હોય તો દાખલ ન પણ થવું પડે, તેથી જો હોસ્પિટલમાં 24 કલાક દાખલ રહેવું પડે તે જરૂરી નથી. 9%ના વ્યાજ સાથે રકમ ચૂકવવા વીમા કંપનીને કોર્ટે આદેશ કર્યો છે. વીમા કંપની 24 કલાક હોસ્પિટલ ચુકાદા અગે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, 32 જેટલી બીમારી અને ખાસ ખરીને આજે અધ્યતન સાધનો મારફત સારવાર થયા છે.જેમાં મોતીયાના ઓપરેશન મોખરે છે, જેમાં ગ્રાહક કોર્ટે પણ જજમેન્ટ આપ્યું છે.
જેને વિમા કંપનીઓ સ્વીકાર કરીને નાણા આપવાની દરખાસ્ત કરી છે. આવો જ બનાવ અમદાવાદના મેદ્યાણીનગરમાં વસતા ત્રિપાઠી પરિવાર પાસે સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઇસ્યોરન્સ કંપની લિમિટેડ પોલીસી હતી.જેમાં પરિવારના મોભી એવા શારદાબેન પગે દુખાવો થતા સર્જરી કરવાની નોબત આવી.એટલે ત્રિપાઠી પરિવારે શારદાબેનને ડાબા પગની રેસ્ટોની સર્જરી ડો. શરદ ઓઝા પાસે કરાવી.જેનો ત્રિપાઠી પરિવારે સર્જરી માટે 2,43,591 રૂપિયાના ખર્ચે થયો હતો.સર્જરી થયેલા ખર્ચેને મોટી રકમ હોવાને નાતે ત્રિપાઠી પરિવારે હેલ્થ કલેમ સાથે ડોકટરના ઓરીજીનલ બીલ અને સારવારના પુરાવા સાથે મેડીક્લેમ માટે હેલ્થ પોલીસી માટે એપ્લાય કરી, જેમાં વીમા કંપનીએ સર્જરી યોગ્ય ન હોવાનું કહીને પોલીસી ક્લેઇમ માટે નકારી દીધો હતો.આ ઘટનાને આજે ત્રણ વર્ષે થયા. જો કે હેલ્થ પોલીસી રકમ ન મળતા ત્રિપાઠી પરિવારે ગ્રાહક કોર્ટનો સહારો લીધો, જેમાં કોર્ટમાં ત્રણ વર્ષ સુધી કોર્ટમાં કેસ ચાલ્યો, અંતે ચુકાદો આવ્યો જેમાં ગ્રાહક કોર્ટે વીમા કંપનીને ત્રિપાઠી પરિવારે સર્જરી માટે કરેલા 2,43,591 રૂપિયા કરેલા ખ્ચેને 7 ટકાના દરે ચુકવણીમાં કરવાનો હુકમ કર્યો છે.જો કે વીમા કંપની ત્રણ વર્ષ સુધી વિલંબ સાથે વ્યાજ સહિત રકમની ચૂકવાનો હુકમ કર્યો છે.