Tuesday, December 24, 2024
HomeબિઝનેસStock Market Newsશેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી તરફી ધ્યાન યથાવત...!!!

શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી તરફી ધ્યાન યથાવત…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

યુ.એસ.ફેડરલ દ્વારા માર્ચ માસમાં દરમાં વધારો કરવાની આગાહી થવા લાગતાં તેમજ ક્રૂડ સાત વર્ષની ટોચે પહોંચ્યા બાદ હવે યુક્રેન મામલે રશીયા અને અમેરિકા વચ્ચે ફરી યુદ્વના ભણકારાં વચ્ચે વૈશ્વિક તંગદિલી વધતા અનિશ્ચિત્તાના માહોલ અને સ્થાનિક સ્તરે ગુજરાત સ્થિત કાર્યરત ABG શીપયાર્ડનું અંદાજીત રૂ.૨૨,૮૪૨ કરોડના મહાકૌભાંડમાં અંદાજીત ૨૮ જેટલી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ ભોગ બની હોવાના અહેવાલો પાછળ સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજારમાં સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો, જોકે રશિયા બોર્ડર તરફથી રાહતના સારા સમાચાર આવતા અને યુદ્ધના એંધાણ ઓસરતા ફંડોની નીચા મથાળે નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં શોર્ટ કવરિંગે તમામ ઘટાડો પચાવી ઉછાળો જોવા મળ્યો હતો.

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં તાજેતરમાં ઝડપી વધી આવતાં ચૂંટણીઓ બાદ પેટ્રોલ, ડિઝલના ભાવમાં માર્ચમાં તીવ્ર વધારાનું જોખમ હોવાના ડેલોઈટના અનુમાન અને રશીયા – યુક્રેન વચ્ચે યુદ્વનું ટેન્શન હળવું થયા છતાં હજુ રશીયાના લશ્કરી દળોની પીછેહઠ શરૂ થવા વિશે નાટોએ શંકા વ્યકત કરતાં ગમે તે ઘડીએ પરિસ્થિતિ કોઈપણ તરફ વળી શકવાના જોખમને લઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે ભારતીય શેરબજારોમાં પણ ભારે અફડાતફડીના અંતે સાવચેતી જોવાઈ હતી.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ધીરાણ નીતિની સમીક્ષા કરતા નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે દેશનો આર્થિક વિકાસ દર ૭.૮% અંદાજ્યો હતો. જે કેન્દ્ર સરકારના ૮ થી ૮.૫%ના દર કરતા ઓછો છે. રિઝર્વ બેંકની સમીક્ષામાં એવું તારણ નીકળ્યું હતું કે દેશના અર્થતંત્રમાં તેજી કે રિકવરી માટે હજુ સમય લાગી શકે તેમ છે. આ સ્થિતિમાં વ્યાજનો દર સ્થિર રાખવો તેમજ જરૂર અનુસાર વિવિધ ક્ષેત્રોને નાણાંકીય પ્રવાહીતતા પૂરી પાડવી જરૂરી છે. સમીક્ષામાં રીઝર્વ બેંકે રેપોરેટ ૪% અને રીવર્સ રેપોરેટ ૩.૩૫%ના સ્તરે સ્થિર રાખ્યો હતો. આ દસમી સમીક્ષા છે જેમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. બેન્કો જ્યારે તેમની વધારાની લિક્વિડિટી રિઝર્વ બેન્કમાં જમા કરાવે છે ત્યારે તેના પર આરબીઆઈ દ્વારા જે દર ચૂકવવામાં આવે છે તેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે અને રિઝર્વ બેન્ક જે દરે બેન્કોને નાણાં પૂરા પાડે છે તેને રેપો રેટ કહેવાય છે. આ અગાઉ રિઝર્વ બેન્કે ૨૨મી મે ૨૦૨૦માં રેપો રેટમાં ફેરબદલ કરી તેમાં ઘટાડો કર્યો હતો. હાલનો ૪ ટકાનો દર ઐતિહાસિક નીચી સપાટીએ છે.

- Advertisement -

કોરોનાના કાળમાં દેશના અર્થતંત્રને ટેકો પૂરો પાડવા રિઝર્વ બેન્કે સીધી અને આડકતરી બન્ને રીતે નાણાં વ્યવસ્થામાં લિક્વિડિટી પૂરી પાડવાના પગલાં હાથ ધર્યા હતા. વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારત ઝડપી આર્થિક રિકવરી કરી રહ્યું હોવાનું જણાવી વર્તમાન નાણાં વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર ૯.૨૦% રહેવાની દાસે અપેક્ષા વ્યકત કરી હતી. આગામી નાણાં વર્ષમાં આ દર ૭.૮૦% રહેવા અંદાજ મુકાયો છે. ઉપરાંત અમેરિકામાં મોંઘવારી દર ૪૦ વર્ષની ટોચે પહોંચી ગઈ છે. ફુગાવો ૪૦ વર્ષની ટોચે પહોંચતા ફુગાવાને અંકુશમાં લેવા યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ટુંક સમયમાં વ્યાજ દરમાં ઝડપથી વધારો કરાશે જેની ભારત પર પ્રતિકુળ અસર જોવા મળશે.

મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં નવેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૩૦,૫૬૦.૨૭ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૩૧,૨૩૧.૦૫ કરોડની ખરીદી, જાન્યુઆરી ૨૦૨૨માં અંદાજીત રૂ.૨૧,૯૨૮.૪૦ કરોડની ખરીદી તેમજ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૧૪,૫૦૦.૩૮ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં નવેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૩૯,૯૦૧.૯૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૩૫,૪૯૩.૫૯ કરોડની વેચવાલી, જાન્યુઆરી ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૧,૩૪૬.૩૫ કરોડની વેચવાલી તેમજ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૧૯,૩૯૮.૧૨ કરોડની વેચવાલી કરવામાં આવી હતી

બજારની ભાવી દિશા…. મિત્રો, ઓક્ટોબરમાં નવી ઊંચી સપાટી હાંસલ કર્યા બાદ, બોન્ડ યીલ્ડસમાં વધારો, કોમોડિટીના ઊંચા ભાવ તથા અમેરિકન ડોલરમાં સુધારા અને અનેક વૈશ્વિક પરિબળોને પરિણામે છેલ્લા ૪ મહિનામાં ભારતીય શેરબજારમાં અંદાજીત ૧૦% આસપાસનું કરેક્શન આવ્યું છે. ફુગાવા – મોંઘવારી અને ક્રૂડની કિંમતોના કારણે સ્થિતિ વધુ વણસી રહી છે. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઓપેક દેશો દ્વારા માર્ચમાં ઉત્પાદનમાં વધારો કરવાના નિર્ણય છતાં બ્રેન્ટ ૯૩ ડોલરની સપાટી પાર કરી ગયા છે. અમેરિકામાં મોંઘવારી દર ૪૦ વર્ષની ટોચે પહોંચી ગયો છે. ૧૯૮૨ પછી યુએસમાં મોંઘવારીનું આ સર્વોચ્ચ સ્તર છે, ત્યારે ફેડરલ રિઝર્વ ટુંક સમયમાં જ વ્યાજ દરમાં વધારો કરાશે જેની ભારતીય શેરબજાર પર પ્રતિકુળ અસર જોવા મળશે.

ભારતમાં કેન્દ્ર સરકારના ૧૦ વર્ષના બોન્ડના યીલ્ડ ૬.૭૫% થઇ ગયા છે જે ડિસેમ્બર ૨૦૧૯ પછીની સૌથી ઉંચી સપાટી છે. ભારતનો રૂપિયો ડોલર સામે નબળો પડયો છે. ચાલુ માસમાં પણ એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની અને વિવિધ પ્રતિકૂળ પરિબળો પાછળ ભારતીય શેરબજારોમાં ઘટાડો નોંધાયો છે, ઉપરાંત રશીયા – યુક્રેન વચ્ચે ટેન્શન ફરી વધતાં જીઓપોલિટીકલ ટેન્શન પણ જોખમી પરિબળ બન્યું છે. આગામી દિવસોમાં યુક્રેન- રશિયા વચ્ચેની પ્રતિકૂળતા, ફુગાવો – કટોકટી, બોન્ડ યીલ્ડ અને યુએસ – ચીન વચ્ચેનો ભૌગોલિક રાજકીય તણાવ તેમજ ક્રૂડની કિંમતો તેજી જળવાઈ રહેશે તો ભારતીય શેરબજારમાં વધુ પીછેહઠ જોવા મળી શકે છે, ઉપરાંત અન્ય વૈશ્વિક નેગેટીવ પરિબળોના કારણે આગામી સપ્તાહમાં વોલેટાલીટી પણ જારી રહેવાની સંભાવના છે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૨૮૪ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૦૦૭ પોઇન્ટના પ્રથમ અને ૧૬૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૭૩૦૩ પોઇન્ટથી ૧૭૩૭૩ પોઇન્ટ, ૧૭૪૦૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૭૪૦૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૭૬૦૪ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૦૦૭ પોઇન્ટના પ્રથમ અને ૩૬૬૭૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૭૮૦૮ પોઇન્ટથી ૩૭૯૭૯ પોઇન્ટ, ૩૮૦૦૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૦૦૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) એચસીએલ ટેક્નોલોજી ( ૧૧૬૦ ) :- ટેક્નોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૭૭ થી રૂ.૧૧૯૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૨૦૨ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) મહિન્દ્રા & મહિન્દ્રા (૮૬૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૩૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૮૧૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૮૮૮ થી રૂ.૯૦૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) લુપિન લિમિટેડ ( ૭૬૯ ) :- રૂ.૭૪૪ નો પ્રથમ તેમજ રૂ.૭૨૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૭૮૭ થી રૂ.૮૦૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૭૪૪ ) :- બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૭ થી રૂ.૭૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૭૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) અદાણી પોર્ટ ( ૭૩૪ ) :- રૂ.૭૧૭ નો પ્રથમ તેમજ રૂ.૭૦૭ ના સ્ટોગ સપોર્ટથી મરીન પોર્ટ એન્ડ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૭૪૭ થી રૂ.૭૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) ટીવીએસ મોટર ( ૬૭૭ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૬૬૦ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૬૯૦ થી રૂ.૭૦૭ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) જિંદાલ સ્ટીલ ( ૪૨૦ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૪૦૪ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૪૩૮ થી રૂ.૪૫૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) ભારત પેટ્રોલિયમ ( ૩૭૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાઇનરીઓ/પેટ્રોપ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૬૦ આસપાસ રોકાણકારે રૂ.૩૮૮ થી રૂ.૪૦૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૩૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ટાટા સ્ટીલ ( ૧૧૮૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૧૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૨૦૨ થી રૂ.૧૨૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) સન ફાર્મા ( ૮૬૩ ) :- આ સ્ટોક રૂ.૮૪૪ નો પ્રથમ તેમજ રૂ.૮૩૦ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૭૮ થી રૂ.૮૯૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ભારતી એરટેલ ( ૭૧૩ ) :- ૯૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૬૯૬ નો પ્રથમ તેમજ રૂ.૬૮૬ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેલિકોમ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૭૨૩ થી રૂ.૭૩૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૫૬૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૦૬ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૬૧૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૫૪૭ થી રૂ.૧૫૨૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૦૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) રામકો સિમેન્ટ ( ૮૩૩ ) :- રૂ.૮૪૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૮૧૮ થી રૂ.૮૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૮૬૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) ગ્લેનમાર્ક ફાર્મા ( ૪૬૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૪૯૪ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૫૦૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૪૪૦ થી રૂ.૪૨૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૧૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) સ્ટાર સિમેન્ટ ( ૯૩ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૩ થી રૂ.૧૧૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) સનફ્લેગ આયર્ન ( ૭૨ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૬૪ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૭૭ થી રૂ.૮૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) થોમસ કૂક ( ૬૭ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૦ નો પ્રથમ તેમજ રૂ.૫૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટ્રાવેલ સપોર્ટ સર્વિસ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૪ થી રૂ.૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) બેન્ક ઓફ ઇન્ડિયા ( ૫૨ ) :- રૂ.૪૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૫૭ થી રૂ.૬૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૬૩ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૬૮૦૮ થી ૧૭૪૦૪ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular