જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકામાં ભીમવાસમાં રહેતા એક આધેડ પોતાના પુત્ર અને પૌત્ર સાથે ગઈકાલના રોજ સાંજના સમયે હરીપર ગામ પાસે માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા અને ઘરે પરત ફરતી વેળાએ અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકામાં ભીન્વાસ શેરી નં-1માં રહેતા ભીખુભાઈ ઉર્ફે ભીખાભાઈ કાદાભાઈ મકવાણા તેના પુત્ર અને પૌત્ર સાથેગઈકાલના રોજ સાંજના સમયે માતાજીના મંદિરેથી દર્શન કરી ધ્રોલ પરત ફરી રહ્યા હતા ત્યારે હરીપર ગામ પાસે ગોરડીયા હનુમાન મંદિર પાસે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા ભીખુભાઈને ધ્રોલ સરકારી દવાખાનામાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા ડોકટરે હાર્ટ એટેકથી તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે ભીખુભાઈના દીકરા મુકેશભાઈએ ધ્રોલ પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.