Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી રૂા.1.46 લાખની માલમતાની ચોરીનો ભેદ ઉકેલાયો

જામનગર શહેરમાંથી રૂા.1.46 લાખની માલમતાની ચોરીનો ભેદ ઉકેલાયો

રવિવારે રાત્રિના વિકાસ ગૃહ રોડ પર બે દુકાનોમાંથી ચોરી : એલસીબીએ રૂા.56,500 ની રોકડ અને ડીવીઆર કબ્જે કર્યું : પૂછપરછમાં વધુ બે ચોરી કર્યાની કેફિયત

- Advertisement -

જામનગર શહેરમાં વિકાસ ગૃહ રોડ પર આવેલી બે દુકાનોને ગઈકાલે તા.14 ના રોજ તસ્કરોએ નિશાન બનાવી હતી. આ ઘરફોડ ચોરીના બનાવમાં જામનગર ક્રાઈમ બ્રાંચે આ ઘરફોડ ચોરી ઉપરાંત શહેરમાં દુકાનોમાંથી કુલ રૂા.1,46,000 સહિત અન્ય ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં એક શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ગત તા.14 ફેબ્રુઆરીના રોજ જામનગરના પટેલ કોલોની શેરી નં.9 માં આવેલ મીનાબહાદુર હીમબહાદુર નેપાળીની જે.કે.ફૂ9 ઝોન તથા કેવલ વિનોદભાઈ કણસાગરાની ન્યુ પટેલ સ્વીટ એન્ડ ફરસાણ માર્ટના દુકાનના તાળા તોડી બન્ને દુકાનમાંથી રૂા.1,29,000 ની રોકડ રકમ તથા રૂા.8000 ની કિંમતના બે ડીવીઆર તથા રૂા.9000 ની કિંમતના બે મોબાઇલ ફોન મળી રૂા.1,46,000 ની ચોરી થઈ હતી. આ ચોરીનો ગુનો શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ અને જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ જામનગર ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

આ દરમિયાન એલસીબીના હિતેન્દ્રસિંહ જાડેજા, સંજયસિંહ વાળા તથા દિલીપભાઈ તલાવડિયાને મળેલ બાતમીના આધારે મૂળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના તાલાળા નાકે ભાલકા મંદિરના અને હાલ જામનગર ગુલાબનગર વિસ્તારમાં રહેતા નરેશભાઈ ઉર્ફે લાલો ગોવિંદભાઈ પરમારની સંડોવણી ખુલતા આ શખ્સને ગુલાબનગર બસ સ્ટેન્ડ પાસે ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી દ્વારા અંદાજિત બે માસ પૂર્વે જામનગરના નાગનાથ ચોકડી પાસે આવેલ સુરેશ ફરસાણમાંથી રૂા.22000 તથા એકાદ માસ પૂર્વે ત્રણબતી પાસે આવેલ ઝુલેલાલ મંદિર પાસે આવેલ ફરસાણની દુકાનમાંથી પણ રૂા.5000 ની ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી. જામનગર ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપીના કબ્જામાંથી કુલ રૂા.56,500 ની રોકડ રકમ તથા રૂા.9000 ની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂા.4000 ની કિંમતનું ડીવીઆર મળી કુલ રૂા.69,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કાર્યવાહી જામનગર ક્રાઈમ બ્રાંચના પીઆઈ એસ.એસ. નિનામાની દેખરેખ હેઠળ એલસીબીના પીએસઆઈ આર.બી. ગોજિયા તથા બી.એમ. દેવમુરારી તથા એલસીબીના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ખીમભાઈ ભોચિયા, ફિરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, કિશોરભાઈ પરમાર, લખમણભાઈ ભાટીયા, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular