જામનગર તાલુકાના સુમરી ભલસાણ ગામમાં રહેતી મહિલાએ તેની માનસિક બીમારીથી કંટાળીને તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સુમરી ભલસાણ ગામમાં રહેતા અનિતાબેન નાજાભાઈ છૈયા (ઉ.વ.25) નામના મહિલાને દિવાળી પછી માનસિક બીમારી થઈ હતી અને આ માનસિક બીમારીની સારવાર કરાવવા છતા તબિયતમાં સુધારો થતો ન હોવાથી જિંદગીથી કંટાળીને રવિવારે સાંજના સમયે તેના ઘરે રસોડામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ગૌરીબેન દ્વારા જાણ કરાતા ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.કે. રાઠોડ તથા સ્ટાફ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.