જામનગરમાં કોરોના સંક્રમણ હવે અંતિમ તબક્કા તરફ જઈ રહ્યું છે. ધીમે ધીમે પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જે રાહતની બાબત છે. છેલ્લા બે દરમિયાન જામનગરમાં કુલ 23 પોઝિટિવ કેસ નોંધાયા હતાં અને તેની સામે 98 દર્દીઓ સ્વસ્થ થયા હતાં તથા એક દર્દીનું મોત નિપજ્યાનું તંત્ર દ્વારા જાહેર કરાયું છે.
જામનગર સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પોઝિટિવ કેસોની સંખ્યાની સાથે મોતની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. શનિવારે જામનગર શહેરમાં 3 અને ગ્રામ્યમાં 5 તથા રવિવારે જામનગર શહેરમાં 10 અને ગ્રામ્યમાં 5 મળી છેલ્લાં બે દિવસ દરમિયાન જામનગરમાં કુલ 23 પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. અને તેની સામે શનિવારે જામનગર શહેરમાં 49 અને ગ્રામ્યમાં 23 તથા રવિવારે જામનગર શહેરમાં 19 અને ગ્રામ્યમાં 5 મળી બે દિવસમાં કુલ 98 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 1 દર્દીઓનું મોત નિપજ્યું છે.