ગુજરાતમાં મેડીકલ કોલેજ અને તેમાં બેન્કોમાં રાજય સરકાર દ્વારા સતત વધારા છતા નવા તબીબો રાજય સરકારની સેવામાં આવવાના બદલે ખાનગી પ્રેકટીસમાં વધુ રસ ધરાવે છે અને સરકારે તબીબો માટે ઓછામાં ઓછા એક વર્ષ ગ્રામીણ ક્ષેત્રમાં સરકારી હોસ્પિટલમાં ફરજીયાત સેવા અથવા જંગી રકમના બોન્ડ ભરવાનો વિકલ્પ આપ્યો છે અને મોટાભાગના તબીબો બોન્ડના નાણા ભરીને સરકારી સેવામાં જોડાતા નથી. ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં સુપર સ્પેશ્યાલિટીની 99 ટકા તંગી છે. જે દેશમાં સૌથી વધુ છે અને ગુજરાત તેમાં ફકત મીઝોરમ કરતા સારી સ્થિતિમાં છે. રીઝર્વ બેન્કે ઈન્ડીયન સ્ટેટના ને સ્ટેટેટીકસ ડેટા રીલીઝ કર્યા છે તેમાં રાજયમાં 1392 સુપર સ્પેશ્યાલિસ્ટની સરકારી હોસ્પિટલોમાં જરૂર છે તેની સામે 1370 જગ્યા ખાલી છે. હાલમાં રાજય સરકારે 292 પદો ભરવા જાહેરાત કરી હતી પણ ફકત 13 જ ભરાયા હતા. તેથી હવે ખાનગી ક્ષેત્રના તબીબોને સરકારી સેવામાં આવરી લેતા સરકાર બોન્ડના નિયમો હળવા બનાવીને તબીબોને સરકારી સેવામાં પાર્ટટાઈમ, ફુલટાઈમ ડયુટી અને તે પણ આવશ્યકતા મુજબ તેઓને આ પ્રકારની ફરજ માટે બોલાવી શકાય તથા તેમની ખાનગી પ્રેકટીસ જેવી જ આવક સેવા ફી તરીકે ચુકવવાની એક ઉદાર યોજના તૈયાર કરી છે જે અંગે ટુંક સમયમાં જ જાહેરાત થશે. સરકારી સેવામાં બોન્ડનો વિવાદ લાંબા સમયથી છે. સરકારના કડક વલણ છતા તબીબી ડીગ્રી મેળવી મોટાભાગના મેડીકલ સ્ટુડન્ટ બોન્ડ ભરીને સરકારી સેવામાંથી મુક્તિ મેળવે છે અથવા તો કાનૂની મુદો છેડીને સરકારને ભીસમાં મુકે છે. આ પ્રકારની સ્થિતિ વચ્ચે હવે સરકાર ખાનગી તબીબોને સરકારી હોસ્પીટલોમાં ફુલટાઈમ, પાર્ટટાઈમ સેવા મળવાની ઓફર કરશે. ખાસ કરીને સ્પેશ્યલાઈઝેશનમાં તબીબોને આવકારાશે. તેઓને તેમના સાનુકુળ સમય મુજબ સરકારી સેવા માટે બોલાવાશે અને તે માટે તગડી ‘ફી’ ચૂકવશે અને બોન્ડ પીરીયડ પછી પણ તેની આ સેવા માટે તક અપાશે.