Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયસિંગલ યુઝ પ્લાસ્ટિકને નાબુદ કરવા ભારત કટિબધ્ધ : મોદી

સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાબુદ કરવા ભારત કટિબધ્ધ : મોદી

સમુદ્રમાંથી 100 દિવસમાં પ્લાસ્ટિક કચરો સાફ કરશે ભારતીય નેવી

- Advertisement -

વડાપ્રધાન મોદીએ વન ઓશન સમિટમાં બોલતા કહ્યું કે, ભારતમાં હંમેશા વિશાળ સંસ્કૃતિ રહી છે. ભારતે ફ્રાંસની પહેલ પર રાષ્ટ્રીય અધિકારક્ષેત્રની બહાર જૈવ વિવિધતા પરના ઉચ્ચ મહત્વાકાંક્ષા ગઠબંધનને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે અમને આશા છે કે ભારત સરકાર આ વર્ષે આ આંતરરાષ્ટ્રીય સંધિને કાયદેસર રીતે પૂર્ણ કરશે. પીએમ મોદીએ કહ્યું કે ભારત સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે. મેં મારી નેવીને આ વર્ષે દરિયામાંથી પ્લાસ્ટિકનો કચરો સાફ કરવા માટે 100 દિવસનો સમય આપ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર વૈશ્ર્વિક પહેલ શરૂ કરવામાં ફ્રાન્સ સાથે જોડાવા માટે ભારત ખુશ થશે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનિય છે કે આ સમિટના ઉચ્ચ સ્તરીય સત્રને જર્મની, યુનાઈટેડ કિંગડમ, દક્ષિણ કોરિયા, જાપાન અને કેનેડા સહિત ઘણા દેશોના રાજ્ય અને સરકારના વડાઓ સંબોધિત કરશે. ફ્રાંસના બ્રેસ્ટમાં 9-11 ફેબ્રુઆરી દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્ર્વ બેંકના સહયોગથી ફ્રાન્સ દ્વારા વન ઓશન સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્વસ્થ અને સમાવિષ્ટ દરિયાઈ ઇકોસિસ્ટમના સંરક્ષણ અને સમર્થન તરફ નક્કર પગલાં લેવા માટે પ્રેરણા આપવાનો છે.

ફ્રાન્સના ઉત્તર-પશ્ર્ચિમમાં બ્રેસ્ટ, બ્રિટટેનીમાં આયોજિત વન ઓશન સમિટ (9-11 ફેબ્રુઆરી 2022)નો ઉદ્દેશ્ય એક સ્વસ્થ અને ટકાઉ મહાસાગરને જાળવવા અને તેને સમર્થન આપવા તરફ નક્કર પગલાં લેવા આંતરરાષ્ટ્રીય સમુદાયને એક કરવાનો છે. સમિટ એ મહાસાગરના રક્ષણ અને તેના બગડતા સ્વાસ્થ્યને સુધારવા માટે પ્રથમ મોટી આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ સાથે આગળ વધવાની તક છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular