વિદેશી પક્ષીઓનો અડ્ડો ગણાતા જામનગરમાં બેડી બંદર નજીક ઢીચડા તળાવમાં યુરોપ ખંડનુ હંસની પ્રજાતિઓમાનું મ્યૂટ સ્વાન આ વખતે મહેમાન બન્યું છે. પક્ષી પ્રેમીઓ તેની વિવિધ મુદ્રાઓ ને કેદ કરવા માટે આકર્ષાયા છે. હંસની આ પ્રજાતિ હિન્દુ શાસ્ત્રમાં દેવી સરસ્વતીનું વાહન છે.
અત્યંત સુંદર દેખાતું મ્યૂટ સ્વાન ૭ થી ૯ ફૂટ પાંખોનો ઘેરાવો ધરાવતું આ પક્ષી વળાંકવાળી નાજુક નમણી ડોકથી અન્ય પક્ષીઓ કરતા રોયલ દેખાય છે. તેનુ વજન આશરે 14 કિલોગ્રામ જેટલું હોય છે. આ પક્ષી ભારતમાં ઘણા વર્ષો પછી દેખાયું છે. આ હંસ ખૂબ ઓછો અવાજ કરે છે તેથી મ્યૂટ સ્વાન કહેવાય છે.