Friday, December 5, 2025
Homeરાજ્યધ્રોલ તાલુકાના માનસર ગામમાં બીમારી સબબ મહિલાનું મોત

ધ્રોલ તાલુકાના માનસર ગામમાં બીમારી સબબ મહિલાનું મોત

ડાયાબિટીસની બીમારીના કારણે આંગણવાડી કર્મચારીની તબિયત લથડી : ધ્રોલની સરકારી હોસ્પિટલમાં મૃત્યુ: પોલીસ દ્વારા કાર્યવાહી

ખબર-જામનગર
ધ્રોલ તાલુકાના માનસર ગામમાં રહેતાં અને આંગણવાડીમાં નોકરી કરતા મહિલાને આઠ વર્ષથી ડાયાબિટીસની બીમારી થઈ હતી આ બીમારી સબબ શુક્રવારે તબિયત લથડતા ધ્રોલની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં તેણીનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના માનસર ગામમાં રહેતાં અને આંગણવાડીમાં નોકરી કરતા જ્યોતિબેન કાનજીભાઈ વડગામા (ઉ.વ.48) નામના મહિલાને છેલ્લાં 8 વર્ષથી ડાયાબિટીસની બીમારી થઈ હતી અને આ બીમારીની સારવાર ચાલુ હતી. તે દરમિયાન શુક્રવારે સવારના સમયે તેમના ઘરે એકાએક તબિયત લથડતા સારવાર માટે પ્રથમ ધ્રોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં મહિલાનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની દિનેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો કે.સી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular