26 જાન્યુઆરીના રોજ દેશભરમાં ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં આ દિવસે વિવિધ ક્ષેત્રમાં સારી કામગીરી કરનાર લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલામાં કરુણા એનીમલ હેલ્પ્લાઇનમાં સારી કામગીરી કરવા બદલ ડો.ભવાની સિંગ અને એનીમલ હેલ્પલાઇનના પાઈલોટ આદિત્યસિંહ જાડેજાને પોતાની કાર્યક્ષમ રક્ષણાત્મક ડ્રાઇવિંગ માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
જામનગરમાં જીલ્લા પંચાયત ભવન ખાતે ગણતંત્રદિનની ઉજવણી નિમિતે રાજ્ય સરકાર દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જીલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા ડો.ભવાનીસિંગ અને પાઈલોટ આદિત્યસિંહ જાડેજાને શ્રેષ્ઠ કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા.