Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં 1.7 કરોડ લોકોએ નોકરી માટે પ્રયાસ જ છોડી દીધો !

દેશમાં 1.7 કરોડ લોકોએ નોકરી માટે પ્રયાસ જ છોડી દીધો !

- Advertisement -

દેશમાં વધતી જતી બેરોજગારી વચ્ચે નોકરી માટે અનેક પ્રયાસો કરવા છતાં નોકરી નહીં મળતાં થાકેલા હારેલાં 1.7 કરોડ લોકોએ નોકરી મેળવવા માટેના પ્રયાસો જ છોડી દીધા હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે. જો કે, જાન્યુઆરીમાં બેરોજગારી દર ઘટીને 6.57 ટકા પર આવી ગયો છે જે માર્ચ 2021 પછીનું સૌથી નીચલું સ્તર છે. અર્થવ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખતી બિન સરકારી સંસ્થા સીએમઆઇઇએ આંકડાઓ જાહેર કર્યા છે. જો કે શહેરી ભારતમાં બેરોજગારી દર હજુ પણ ઉંચો છે. સીએમઆઇઇએ કહ્યું કે, જાન્યુઆરીમાં શહેરી વિસ્તારોમાં બેરોજગારી દર 8.16 ટકા રહ્યો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તે 5.84 ટકા નોંધાયો છે. જાન્યુઆરીમાં સૌથી ઓછી બેરોજગારી તેલંગાણામાં જોવા મળી તો સૌથી વધારે બેરોજગારી હરિયાણામાં હતી. તેલંગાણામાં આ આંકડો 0.7 ટકા તેના પછી ગુજરાત (1.2 ટકા), મેઘાલય (1.5 ટકા) અને ઓરિસ્સા (1.8 ટકા) હતા. તો હરિયાણા 23.4 ટકા બેરોજગારી દર સાથે આ યાદીમાં સૌથી ઉપર રહ્યું હતું. તેના પછી રાજસ્થાન છે જ્યાં 18.9 ટકા હતો. જેમાં શહેરી વિસ્તારનો દર 9.30 ટકા અને ગ્રામ્ય વિસ્તારોનો દર 7.28 ટકા રહ્યો હતો. સીએમઆઇઇએ ડીસેમ્બર 2021માં અનુમાન કર્યું હતું કે, દેશમાં કુલ બેરોજગારોની સંખ્યા લગભગ 5.3 કરોડ છે જેમાં એક મોટો હિસ્સો મહિલાઓનો છે.

- Advertisement -

બેરોજગારી આંકડાઓ પર સીએમઆઇઇના એમડી અને સીઇઓ મહેશ વ્યાસે કહ્યું કે ડીસેમ્બરમાં લગભગ 3.5 કરોડ બેરોજગારો સક્રિયતાપૂર્વક કામ શોધી રહ્યા હતા અને તેમાં લગભગ 80 લાખ મહિલાઓ હતી. તેમણે કહ્યું કે, કોઇ રોજગાર ના હોવા છતાં સક્રિયતાપૂર્વક કામ ના શોધનારા 1.7 કરોડ લોકોને પણ કોઇ પ્રકારની રોજગાર ગતિવિધિ સાથે જોડવા મહત્વપૂર્ણ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular