જામનગર મહાનગરપાલિકાના બજેટ અંગે આજરોજ મિટિંગ ચાલી રહી હોય, આ દરમિયાન વોર્ડ નં. 4ના કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા આ બજેટમાં સૂચન કરવા પહોંચ્યા હતાં. જેમાં મિટિંગમાં પ્રવેશ ન આપવામાં આવતાં રચનાબેન દ્વારા સ્ટે. કમિટી વોલ બહાર વિરોધ પ્રદર્શન શરુ કર્યું હતું. આ દરમિયાન રચનાબેનની તબિયત લથડતા પણ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. આ સાથે કોંગ્રેસના અન્ય કોર્પોરેટરો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ગઇકાલે સ્ટે. કમિટી સમક્ષ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટને લઇ આજરોજ જામનગર મહાનગરપાલિકામાં ચર્ચા માટે સત્તાપક્ષની મિટિંગ ચાલી રહી હતી. આ દરમિયાન વોર્ડ નં. 4ના કોંગ્રેસના કોર્પોરેટર બજેટ બાબતે સૂચનો કરવાની માગ સાથે કોર્પોરેશન ખાતે પહોંચ્યા હતાં. જેમાં તેમને મિટિંગ પ્રવેશવા દેવામાં ન આવતાં તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બજેટમાં સૂચનો રજૂ કરવા પહોંચેલા આ કોર્પોરેટરને પ્રવેશ ન અપાતાં વિરોધ દરમિયાન તેમની તબિયત લથડી હતી. આમ છતાં તેમણે વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું અને સ્ટે. કમિટી હોલ બહાર ધરણા પર બેસી ગયા હતાં. આ તકે જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી, ધવલભાઇ નંદા, આનંદ ગોહિલ, રચનાબેન નંદાણિયા સહિતના કોંગ્રેસના કોર્પોરેટરો તથા કાર્યકરો સ્ટે. કમિટી હોલ બહાર ધરણા પર બેસી ગયા હતાં અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.