Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં માનસિક બીમારીથી કંટાળી મહિલાની આત્મહત્યા

જામનગરમાં માનસિક બીમારીથી કંટાળી મહિલાની આત્મહત્યા

રવિવારે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : ચકકર આવતાં પડી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મૃત્યુ

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી મહિલાએ તેની માનસિક બીમારીથી કંટાળીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગર તાલુકાના ખોજાબેરાજા ગામે વાડીમાં યુવાનનું ચકકર આવતાં પડી જતાં હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં સોમનાથ સોસાયટી શેરી નં.3 માં રહેતાં હીનાબા દિપસંગ જાડેજા (ઉ.વ.34) નામના મહિલાને માનસિક બીમારી હતી અને બીમારીથી કંટાળીને રવિવારે વહેલીસવારના સમયે તેમના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગેની મૃતકના પતિ દિપસંગ જાડેજા દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર જિલ્લાના ખોજાબેરાજા ગામે વાડીની ઓરડી પાસે ધનશ્યામભાઇ દામજીભાઇ સંઘાણી (ઉ.વ.44) નામના યુવાનને શનિવારના રોજ ચકકર આવતાં પડી ગયા હતાં. જેમને તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જયાં સારવાર દરમ્યાન આજરોજ સવારે તબીબોએ તેમનું મૃત્યુ નિપજયાનું જાહેર કર્યું હતું. આ અંગે મહેશભાઇ સંઘાણીએ પોલીસને જાણ કરતાં પંચ-બી ડિવિઝનના એએસઆઇ એમ.એલ.જાડેજાએ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular