રાજકોટમાં રહેતા વસંતભાઈ લીંબાસીયાના માતા ચોથીબા 109 વર્ષના છે. વસંતભાઈ અને તેનો સમગ્ર પરિવાર 109 વર્ષના માજીને ખૂબ લાડ લડાવે છે અને જીવની જેમ સાચવે છે. વસંતભાઈ લિંબસીયાએ હમણાં થોડા સમય પહેલા એક ફાર્મહાઉસ લીધું એટલે માતા ના પગલાં કરાવવા માટે તેમને ફાર્મ હાઉસ લઇ ગયા અને તેઓ ચાલી શકતા ન હોવાથી પરિવારની બધી વહુઓ અને દિકરીઓએ ચોથીબા ને ખાટલામાં બેસાડીને આખી વાડીમાં ફેરવ્યા અને વાડીનો ખૂણે ખૂણો બાને બતાવ્યો. વૃદ્ધ માતાના ચહેરા પર જીવનની પૂર્ણતા અને આનંદ સ્પષ્ટપણે દેખાય છે. જે પરિવારમાં વડીલોની હાજરી ભારરૂપ નહીં પરંતુ આશીર્વાદરૂપ માનવામાં આવતી હોય એ પરિવાર પર પરમાત્માની પ્રસન્નતા સુખ,શાંતિ અને સમૃદ્ધિ રૂપે ઉતરતી હોય છે.