જામજોધપુર ગામમાં ગાયત્રીનગર વિસ્તારમાં મકાનમાંથી દારૂની મહેફીલ માણતા બે શખ્સોને પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુરમાં પોલીસલાઈનની બાજુમાં આવેલા ગાયત્રીનગર વિસ્તારમાં રહેતાં નોંધા નાથા ભોજાણીના મકાનમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની જાણના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન નોંધા નાથા ભોજાણી અને ચેતન ઉર્ફે ચિન્ટુ શાંતિલાલ આમરણીયા નામના બે શખ્સોને 400 મીલી દારૂ સાથે ઝડપી લઇ બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.