Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીય26મી જાન્યુઆરીના આમંત્રણ કાર્ડને વાવવાથી આમળાનું ઝાડ ઉગશે

26મી જાન્યુઆરીના આમંત્રણ કાર્ડને વાવવાથી આમળાનું ઝાડ ઉગશે

રાજપથ ખાતેની પરેડમાં પર્યાવરણની જાળવણી માટે રક્ષા મંત્રાલયની અનોખી પહેલ

પ્રજાસત્તાક દિને દિલ્હીના રાજપથ પર નિકળતી પરેડ જોવા માટે આ વખતે રક્ષા મંત્રાલયે એવું આમંત્રણ પત્ર તૈયાર કર્યું છે, જે વાવી શકાય તેવું છે, અને તેમાંથી એલોવેરા, આમળા અથવા અશ્વગંધાનો છોડ ઉગશે. ભારત સરકારના રક્ષા મંત્રાલય તરફથી 26 મી જાન્યુઆરીનું આ આમંત્રણ કાર્ડમાં નીચે નાના અક્ષરે એક વાક્ય લખ્યું છે. Sow this card to grow an Amla Plant. એટલે કે આ કાર્ડ વાવીએ એટલે આમળાનું વૃક્ષ ઉગશે.

- Advertisement -

ગણતંત્ર દિવસની પરેડનું આમંત્રણ કાર્ડ Seed Paper એટલે કે બિયારણ મિશ્રિત પેપરમાંથી, એટલે કે બિયારણ જેમાં અંતર્નિહિત છે એવા પેપરમાંથી બનેલું છે. આ પેપરને Plantable  એટલે કે વાવી શકાય એવું પેપર પણ કહેવાય છે. બોટનિકલ અને ટેકનિકલ ભાષામાં કહીએ તો આ બાયોડિગ્રેડેબલ ઇકો પેપર છે. એવો કાગળ કે જેના તમામ તત્વો પ્રાકૃતિક રૂપે પૃથ્વીના તત્વોમાં સમાઈ જાય છે. કાંઈ જ શેષ નથી બચતું. પર્યાવરણની જાળવણી માટે આનાથી શ્રેષ્ઠ અને ઉદાહરણીય બીજું શું હોઈ શકે.

- Advertisement -

પ્રજાસત્તાક દિવસની પરેડનું આ આમંત્રણ કાર્ડ ભેજવાળા માટીના પાતળા લેયરમાં દાટી દેવાનું, થોડા પાણી અને સૂર્યપ્રકાશ વચ્ચે જતનપૂર્વક જોતા રહેવાનું. જોતજોતામાં આ પત્રિકા પાગરશે, આ આમંત્રણ કાર્ડમાંથી અંકુર ફૂટશે.આ વૃક્ષ આમળાનું હશે જેનાથી તંદુરસ્તી વધશે. રક્ષા મંત્રાલય દ્વારા કરવામાં આવેલી આ પહેલ ખરેખર આવકારદાયક છે.

મંત્રાલયનું કહેવું છે કે આ વખતે સેન્ટ્રલ વિસ્ટા અને કોરોના પ્રોટોકોલના નિર્માણ કાર્યને કારણે માત્ર 5-8 હજાર આમંત્રણ પત્રો જારી કરવામાં આવ્યા છે. આના દ્વારા રિસાઇકલ્ડ પેપરના ઉપયોગ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને કાગળમાં કાપેલા જંગલોને આ રિસાઇકલ કરેલ સીડ પેપરથી ફરીથી ઉગાડી શકાય તેવો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular