ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંતર્ગત ગઇકાલે રવિવારે નાટકીય વળાંક આવ્યો છે. એક જ દિવસમાં કોરોનાના કેસમાં 6,500 જેવો જબ્બર ઘટાડો નોંધાયો છે. જે આશ્ર્ચર્યજનક છે. આગલે દિવસે એટલે કે શનિવારે રાજયમાં 23 હજારથી વધુ કેસ નોંધાયા હતા. જે સામે રવિવારે આ આંકડો સીધો ઘટીને 16,500 નજીક આવી ગયો હતો. જામનગર શહેરમાં પણ એક દિવસમાં પોઝિટીવ કેસમાં 80 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો હતો. શનિવારે શહેરમાં 526 પોઝિટીવ કેસ સામે રવિવારે માત્ર 138 કેસ નોંધાયા હતા. લગભગ આવી જ સ્થિતિ રાજયના અન્ય શહેરોની પણ રહી હતી. જયાં કેસમાં મોટાપ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુજરાતમાં ગત ત્રણ દિવસોના કોરોના કેસોના આંકડા જોડા લાગી રહ્યું છે કે કોરોનાના કેસો હવે ઘટાડા તરફ છે. ગત 24 કલાકમાં રાજ્યમાં નવાં 16,617 કેસ અને 19 મોત નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંતર્ગત ગઇકાલે રવિવારે નાટકીય વળાંક આવ્યો છે. એક જ દિવસમાં કોરોનાના કેસમાં 6,500 જેવો જબ્બર ઘટાડો નોંધાયો છે. જે આશ્ર્ચર્યજનક છે. આગલે દિવસે એટલે કે શનિવારે રાજયમાં 23 હજારથી વધુ કેસ નોંધાયા હતા. જે સામે રવિવારે આ આંકડો સીધો ઘટીને 16,500 નજીક આવી ગયો હતો. જામનગર શહેરમાં પણ એક દિવસમાં પોઝિટીવ કેસમાં 80 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો હતો. શનિવારે શહેરમાં 526 પોઝિટીવ કેસ સામે રવિવારે માત્ર 138 કેસ નોંધાયા હતા. લગભગ આવી જ સ્થિતિ રાજયના અન્ય શહેરોની પણ રહી હતી. જયાં કેસમાં મોટાપ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુજરાતમાં ગત ત્રણ દિવસોના કોરોના કેસોના આંકડા જોડા લાગી રહ્યું છે કે કોરોનાના કેસો હવે ઘટાડા તરફ છે. ગત 24 કલાકમાં રાજ્યમાં નવાં 16,617 કેસ અને મ19 મોત નોંધાયા છે.