જામનગર શહેરમાં ગુલાબનગર રોડ પરથી પોલીસે પસાર થતા શખસને દારૂની બોટલો સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. જ્યારે આ જ વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી તલાસી દરમિયાન 10 બોટલ દારૂ કબ્જે કરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં ગુલાબનગર રોડ પર પેટ્રોલ પંપ પાછળથી પસાર થતા વસીમ ઉર્ફે ગણિત અબ્દુલ કરીમ મકવાણા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.9500 ની કિંમતની 19 બોટલ દારૂ મળી આવતા પોલીસે દારૂ કબ્જે કરી શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જ્યારે ગુલાબનગર વિસ્તારમાં રહેતાં નંદીપ ઉર્ફે નંદિયો પરબત ચિરોડિયા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન મકાનની તલાસી લેતા તેમાંથી રૂા.5000 ની કિંમતની દારૂની 10 બોટલો મળી આવતા નંદીપની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.