પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જામનગરના આર.સી.ફળદુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા આજે પ્રદેશ ચૂંટણી સમિતિ (પાર્લામેન્ટરી બોર્ડ) ના 14 સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સી.આર. પાટીલ પોતે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પરશોતમભાઈ રૂપાલા, વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ, આર.સી.ફળદુ, સુરેન્દ્રભાઈ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રત્નાકરભાઈ, જશવંતસિંહ ભાભોર, રાજેશભાઈ ચુડાસમા, કાનાજી ઠાકોર, ડો.કિરીટભાઈ સોલંકી અને ડો. દિપીકાબેનનો સમાવેશ કરવામાં આવ્યો છે.