Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયજો તમારી આ પ્રકારનું આધારકાર્ડ હશે તો માન્ય નહી ગણાય

જો તમારી આ પ્રકારનું આધારકાર્ડ હશે તો માન્ય નહી ગણાય

- Advertisement -

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર કાર્ડને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે. UIDAIનું કહેવું છે કે PVC કાર્ડ અથવા પ્લાસ્ટિક કાર્ડ અથવા ઓપન માર્કેટમાંથી બનાવેલ આધાર સ્માર્ટ કાર્ડ માન્ય રહેશે નહીં. બજારમાં બનાવેલ પીવીસી આધાર કાર્ડ માન્ય નથી. ફક્ત UIDAI દ્વારા જારી કરાયેલ આધાર PVC કાર્ડ માન્ય રહેશે.

- Advertisement -

UIDAIએ એક ટ્વિટ દ્વારા જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિ 50 રૂપિયા (જીએસટી અને સ્પીડ પોસ્ટ ચાર્જ સહિત) ચૂકવીને આધારની સરકારી એજન્સી દ્વારા આધાર PVC કાર્ડ મેળવી શકે છે. UIDAI દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, લોકોએ બજારમાંથી બનેલી PVC આધાર કોપીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે બજારમાંથી બનેલી કોપીમાં સુરક્ષા નથી.

- Advertisement -

UIDAIએ જણાવ્યું છે કે આજના યુગમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. તે લગભગ તમામ આવશ્યક કાર્યો માટે જરૂરી છે. તેથી જો તમારી પાસે પણ તમારી નજીકની દુકાનમાંથી બનાવેલ PVC આધાર કાર્ડ છે, તો તેને બદલો અને UIDAIમાં નવા આધારકાર્ડ માટે અરજી કરો.

આવા આધાર કાર્ડમાં સુરક્ષા સુવિધાઓ નથી અને તે અસુરક્ષિત છે. એટલા માટે UIDAIએ હવે ઓપન માર્કેટમાંથી PVC આધારની કોપીનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. UIDAIએ એક ટ્વિટમાં કહ્યું, “અમે બજારમાંથી PVC આધારની નકલના ઉપયોગને સંપૂર્ણપણે સમર્થન આપતા નથી કારણ કે તેમાં કોઈ સુરક્ષા સુવિધાઓ નથી. તમે રૂ. 50/- (GST અને સ્પીડ પોસ્ટ ચાર્જ સહિત) ચૂકવીને આધાર PVC કાર્ડ મંગાવી શકો છો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular