Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકૃષિમંત્રીએ ગણાવી સુશાસનના 121 દિવસની ઉપલબ્ધિ

કૃષિમંત્રીએ ગણાવી સુશાસનના 121 દિવસની ઉપલબ્ધિ

રાજયના ખેડૂતો - પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે રાજય સરકાર કટિબદ્ધ : કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાતે કૃષિકારો અને પશુપાલકો માટે અનેકવિધ મહત્વના નિણર્યો કરી સુશાસનની પ્રતિતિ કરાવી : રાજ્યની પ્રવર્તમાન નવી સરકારના 121 દિવસમાં કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન ખાતાની યશસ્વી કામગીરી : રાજ્યની પ્રવર્તમાન નવી સરકારના 121 દિવસમાં કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન ખાતાની યશસ્વી કામગીરી

- Advertisement -

રાજયના કૃષિ પાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતો અને પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સત્તાના સુત્રો સંભાળ્યા બાદ તેમના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાતે માત્ર ૧૨૧ દિવસના સુશાસન અંતર્ગત જનસેવાની પરિશ્રમ યાત્રા દરમ્યાન ખેડૂતો અને પશુપાલકો માટે અનેકવિધ મહત્વના નિર્ણયો કર્યા છે.

- Advertisement -

મંત્રી પટેલે ઉમેર્યું કે, રાજ્ય સરકારે જ્યારે જ્યારે કુદરતી આપદા આવી ત્યારેત્યારે ખેડૂતો સાથે ખભેખભો મિલાવીને તેમનું બાવડું પકડીને બેઠા કરવાનો અપ્રતિમ પ્રયાસ રાજ્ય સરકારે હરહંમેશ કર્યો છે અને કરતી રહેશે. તેમણે ઉમેર્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત આયોજન અને અસરકારક કામગીરીના પરિણામે આજે ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે વધુ સદ્ધર બન્યા છે.

કૃષિમંત્રીએ ૧૨૧ દરમ્યાન રાજ્ય સરકારે કરેલ કામગીરીની મિડિયાને વિગતો આપતાં કહ્યું કે, મંત્રીએ કહ્યુ કે, રાજ્યમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસ દરમિયાન થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકશાન અન્વયે પ્રથમ તબક્કામાં ચાર જીલ્લા(જામનગર, જુનાગઢ, પોરબંદર, રાજકોટ)ના ૨૩ તાલુકાના ૬૮૨ ગામોના ખેડૂતોને મદદરૂપ થવા માટે કુલ રૂ. ૫૪૭ કરોડનુ માતબર સહાય પેકેજ જાહેર કરાયુ હતુ. જે અન્વયે આજદીન સુધી ૨.૨૧ લાખ ખેડૂતોને રૂ. ૪૪૨.૩૧ કરોડનું ચૂકવણું કરી દેવામા આવ્યુ છે. જ્યારે બીજા તબક્કામાં નવ જીલ્લાઓ(અમદાવાદ, અમરેલી,ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, જુનાગઢ,પંચમહાલ અને વડોદરા)ના ૩૭ તાલુકાઓના ૧૫૩૦ ગામોના ખેડૂતોને મદદરૂપ થવા માટે કુલ રૂ. ૫૩૧ કરોડનુ સહાય પેકેજ જાહેર કરવામા આવ્યુ છે. જે અન્વયે આજદીન સુધી૯૬ હજાર ખેડૂતોને રૂ૯૯.૦૮ કરોડનું ચૂકવણું કરી દેવામાં આવ્યુ છે.

- Advertisement -

મંત્રીએ વધુમાં જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. આગામી સમયમાં રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ૧૦૦ કરોડનું ફંડ આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જે અંતર્ગત આગામી દિવસોમાં ગ્રામ્યકક્ષાએ ખેડૂત તાલીમ કાર્યક્રમો, કૃષિ શિબિરો, ગુણવત્તા ચકાસણી લેબોરેટરી, માસ્ટર ટ્રેનર્સની સુવિધાઓ વિકસાવાશે. આ સમયમાં ડાંગને સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતો જિલ્લો જાહેર કરવામાં આવ્યોછે. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન હેતુ મોબાઈલ એપ્લીકેશન, ઈ-રીક્ષા લોન્ચ કરવામાં આવી છે. જેથી પ્રાકૃતિક ઉત્પાદનને મોટું બજાર મળી રહે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ચાલતી સરકારમાં૧૨૫ દિવસમાં થયેલ કામગીરીની વિગતો આપતા મંત્રીએ કહ્યુ કે,પ્રધાનમંત્રીના વરદહસ્તે PMKISAN યોજનાના 10માં હપ્તા પેટે દેશના 10.09 કરોડ લાભાર્થી ખેડૂત પરિવારોને રૂ. 20,000 કરોડ પૈકી રાજ્યના 57.48 લાખ પરિવારોને રૂ.1149 કરોડની રકમ સીધી તેમના બેંક ખાતામાં હસ્તાંતરિત કરવામાં આવી છે. તે ઉપરાંત રાજ્યમાં ખરીફ-૨૧ માટે તા.૧૭.૦૧.૨૦૨૨ અંતિત કુલ ૧૨૭ ખરીદ કેન્દ્રો ખાતેથી કુલ ૪૨૮૧૮ ખેડૂતો પાસેથી કુલ ૮૦૭૬૨.૫૮ મે.ટન મગફળી તથા અન્ય કઠોળની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. જેનું મૂલ્ય કુલ રૂ.૪૪૮.૩૦ કરોડ થાય છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા તા.૧૪ડિસેમ્બર થી ૧૬ડિસેમ્બર, ૨૦૨૧ દરમિયાન “એગ્રો એન્ડ ફુડ પ્રોસેસીંગ – એન્ટરીંગ ઇન ન્યુ એરા ઓફ કો-ઓપરેશન” વિષય પર આણંદ કૃષિ યુનિવર્સીટી, આણંદ ખાતે પ્રિ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૧ નું આયોજન કરવામા આવ્યુ હતું. સમિટના ઉદ્ઘાટન પ્રસંગે રૂ.૨૩૭૭કરોડના નવ એમઓયુ કરવામાં આવ્યા હતા. તેમજ પ્રાકૃતિક ખેતી વિષય પરના રાષ્ટ્રીય સંમેલનમાં પાંચ હજાર કરતા વધુ ખેડૂતો, ખેડૂત સંગઠનો, સહકારી સંસ્થાઓ, ૧૫૦૦ કૃષિ વૈજ્ઞાનિકો, વિદેશી આમંત્રિતો અને ૧૦૦ જેટલા એગ્રો પ્રોસેસિંગ સાથે જોડાયેલી વ્યક્તિઓએ ભાગ લીધો હતો.

- Advertisement -

મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા તા.૨૫/૧૨/૨૦૨૦ થી તા. ૩૧/૧૨/૨૦૨૧ દરમ્યાન સુશાસન સપ્તાહઉજવણી ઉજવવાનો નિર્ણય કર્યો હતો. જે અન્વયે તા. ૨૮/૧૨/૨૦૨૧ ના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેડૂતલક્ષી કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખેડૂતલક્ષી પ્રાકૃતિક ખેતી અંગેનું નિદર્શન, શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ તથા પશુઆરોગ્ય મેળાનું આયોજન, વિવિધ કૃષિલક્ષી યોજનાઓના મંજૂરી હુકમ વિતરણ તેમજ તમામ જિલ્લાઓમાં વિનામૂલ્યે છત્રીઓનું મંત્રીઓ સહિત વિવિધ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં તમામ જિલ્લાઓના કુલ ૩૨૧૭૯ ખેડૂતોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. રાજ્યમાં જુદી જુદી યોજના હેઠળ કૃષિ,બાગાયત તેમજ પશુપાલક એમ કુલ ૮૧૭૭ લાભાર્થીઓને અંદાજીત કુલ રકમ રૂ.૧૫૯૧.૧૪ લાખની રકમની સહાય/ મંજૂરીપત્રોનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં જરૂરી સુધારાઓ કરી આ નિર્ણાયક સરકારે કેટલાક સુધારાઓ કર્યા છે. જેમા ખેડૂતોને સ્માર્ટફોન વસાવવા માટે મળતી સહાયના ધોરણ સુધારવા ઉપરાંત ટ્રેક્ટર સહાય ધોરણ સુધારવા તેમજપાક સંગ્રહ સ્ટ્રક્ચરના સહાય ધોરણ સુધારવાનો પણ સમાવેશ થાય છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યનાં ખેડૂતોને સ્માર્ટફોન વસાવવા માટે મળતી સહાયના ધોરણ સુધારવા અંગેની દરખાસ્ત કરી ખેડૂતહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ યોજના અન્વયે ખેડૂતને એક સ્માર્ટફોનની ખરીદી કર્યેથી રૂ.૧૫૦૦૦/- સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર થતી હતી. જેમાં ખેડૂતને સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૧૦% સહાય અથવા રૂ.૧૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થતી હતી. સ્માર્ટફોન માટે સહાયના ધોરણોમાં સૂચવેલ સુધારા મુજબ હવે ખેડૂતને એક સ્માર્ટફોનની ખરીદી કર્યેથી રૂ.૧૫૦૦૦/- સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર રહેશે. જેમાં ખેડૂતને સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૪૦% સહાય અથવા રૂ.૬૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે સહાય ચુકવવા બાબતે દરખાસ્ત કરવામાં આવી છે. રાજ્યનાં ૧ લાખ ખેડૂતોને સ્માર્ટફોન વસાવવા માટે વિશેષ સહાય અંગે યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ આઇ.ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ મેળવવામાં આવી રહી છે. જે અંતર્ગત તા.૧૭.૦૧.૨૦૨૨ની સ્થિતિએ આઇ.ખેડૂત પોર્ટલ પર કુલ ૧૨,૪૨૧ અરજીઓ થઈ છે.

મંત્રીએ ઉમેર્યુ કે, એજીઆર-૫૦ ટ્રેક્ટર સહાય યોજના હેઠળ અગાઉ ટ્રેક્ટરમાં ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના મોડેલમાં ખર્ચના ૨૫% અથવા રૂ. ૪૫૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછુ હોય તે અને ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવરથી વધુ અને ૬૦ પી.ટી.ઓ હોર્સપાવર સુધીના મોડેલમાં ખર્ચના ૨૫% અથવા રૂ. ૬૦૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછુ હોય તે ખેડૂતને ચુકવવામાં આવતી હતી. જે હવે રાજયના તમામ ખાતેદાર ખેડૂતોને આગામી વર્ષ ૨૦૨૨-૨૩ થી ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર મોડેલમાં ખર્ચના ૨૫% અથવા રૂ. ૬૦૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછુ હોય તે અને ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવરથી વધુ અને ૬૦ પી.ટી.ઓ હોર્સપાવર સુધીના મોડેલમાં ખર્ચના ૨૫% અથવા રૂ. ૭૫૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછુ હોય તે ચુકવવા દરખાસ્ત કરવામાં આવી છે.

તે ઉપરાંત પાક સંગ્રહ સ્ટ્રક્ચરના સહાય ધોરણ સુધારવા અંગેની દરખાસ્ત અંગે વિસ્તૃત વિગતો આપતા મંત્રીએ વધુમા ઉમેર્યુ કે, અગાઉ રાજયના દરેક વર્ગના તમામ ખેડૂતોને પોતાના ખેતર ઉપર પાક સંગ્રાહક સ્ટ્રકચર બનાવવા કુલ ખર્ચના ૫૦% અથવા રૂ ૫૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે સહાય એક તબક્કે ચુકવવાનું નિર્ધારીત થઈ હતુ. જે હવે રાજયના દરેક વર્ગના તમામ ખેડૂતોને પોતાના ખેતર ઉપર ઠરાવ મુજબના સ્પેશીફીકેશન ધરાવતા પાક સંગ્રાહક સ્ટ્રકચર બનાવવા કુલ ખર્ચના ૫૦% અથવા રૂ ૧૦૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે સહાય ચુકવવા બાબતે દરખાસ્ત રજુ કરવામા આવી છે.

મંત્રીએ જણાવ્યુ કે,વન્ય પ્રાણીઓ દ્વારા રાજ્યના ખેડૂતોના પાકને થતું નુકશાન અટકાવવા તેમનાખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડ બનાવવા માટે રાજ્ય સરકાર ખેડૂતોને વિશેષ રક્ષણપુરૂ પાડી રહી છે. જે અંતર્ગત ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડ બનાવવા માટેપ્રતિ રનીંગ મીટર રૂ.૨૦૦-૦૦ અથવા થનાર ખર્ચના ૫૦ ટકા બંને માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થાય છે. કાંટાળા તારની વાડ બનાવવા માટે ખેડૂત/ખેડૂત જૂથે તેઓની અરજીઓનું ક્લસ્ટર બનાવી I-KHEDUT પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. તમામ કેટેગરીના ખેડૂતો માટે ઓછામાં ઓછો ૫ હેક્ટરનો વિસ્તાર જરૂરી છે.I-KHEDUT પોર્ટલ પર આવીકુલ ૪૮,૦૫૩ અરજીઓ મળી હતી. જેમાંથી બાકી રહેલ ૨૧,૧૬૭ ખેડૂત/ખેડૂત જુથની અરજીઓને આજેડ્રો દ્વારા કાંટાળા તારની વાડ બનાવવાનો લાભ આપવા પસંદ કરવામાં આવશે.I-KHEDUT પોર્ટલ પર મળેલ અરજીઓ પૈકી અગાઉ ૫,૭૫૩ ખેડૂતોને તારની વાડ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. તે ઉપરાંત ૪૫૦૦ને વર્ક ઓર્ડર આપવામા આવ્યો અને ૧હજાર લોકોએ કામ શરૂ કરી દીધા છે.
રાજ્યના પશુપાલકોને સહાય રૂપ થવા રાજ્ય સરકારે અનેકવિધ પગલાંઓ લીધા છે. રાજ્ય સરકાર દ્વારા ગુડ ગવર્નન્સ સપ્તાહની ઊજવણી દરમિયાન કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના પશુપાલન પ્રભાગ દ્વારા યશસ્વી કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત જામનગર જીલ્લા માટે ૬, જુનાગઢ જીલ્લા માટે ૫ અને રાજકોટ જીલ્લા માટે ૨ મળી કુલ ૧૩ મોબાઈલ પશુ દવાખાનાનું લોકાર્પણ/ફ્લેગઓફ કરવામાં આવ્યું. ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના, રાજકોટ કચેરી માટે રૂ. ૩.૨૭ કરોડના ખર્ચે તૈયાર કરાયેલ નવનિર્મિત મકાનનું તેમજ કાંકરેજ ગાય અને બન્ની ભેંસના જાળવણી અને સંવર્ધનની કામગીરી માટે કાર્યરત ભુજ ખાતે ફાર્મ માટે રૂ. ૫૭.૭૩ કરોડના ખર્ચે નવનિર્મિત કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. કુલ ૯૪ પશુ આરોગ્યમેળા/જાતીય આરોગ્ય કેમ્પનું આયોજન કરી કુલ૩૫,૫૯૪ પશુઓને સારવાર પુરી પાડવામાં આવી. જેનો કુલ ૬,૪૯૮ પશુપાલકોએ લાભ લીધો છે.

મંત્રીએ ઉમેર્યું કે, કુલ ૧૩૫૭ પશુઓમાં બૃસેલ્લોસીસ રોગપ્રતિકારક રસીકરણ કરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લામાં રૂ. ૧૦ લાખના ખર્ચે દૂધઘરના એક મકાનનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું. રૂ. ૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ પશુ દવાખાનું સોજીત્રા, જી.આણંદનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્યના કુલ ૩૫૩ પશુપાલકોને કિસાન ક્રેડીટ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. ૬૪ MAITRI (મલ્ટીપપયઝ આટીફીસીયલ ઇન્સેમીનેશન ટેકનીશીયન ઇન રૂરલ ઇન્ડીયા) કાર્યકરોને કીટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના અંતર્ગત તાલુકા કક્ષાના ૩૮૦ શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર, જિલ્લાકક્ષાના ૫૯ શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર અને રાજ્ય કક્ષાના ૦૪ શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કારનું વિતરણ કરવામાં આવ્યું. પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓ હેઠળ પશુપાલકોને આપવામાં આવતી સહાયના કુલ ૩૨૦ લાભાર્થીઓને રૂ. ૧૨૦.૬૧ લાખના પ્રતિકાત્મક ચેકનું વિતરણ કરવામાં આવ્યું. ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ હેઠળની “ગૌશાળા-પાંજરાપોળને અદ્યતન બનાવવાની યોજના” અંતર્ગત બે સંસ્થાઓને કુલ રૂ. ૨૩.૧૬ લાખની સહાય ચૂકવવામાં આવી. પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ કુલ ૩૦૨ લાભાર્થીઓને રૂ. ૧૩.૩૦ લાખનાં ખર્ચે વસ્તુ સ્વરૂપે સહાયનું વિતરણ કરવામાં આવ્યું.

મંત્રીએ ઉમેર્યું કે, રાજકોટ દૂધ સંઘ સંચાલીત વિંછીયા મિલ્ક કુલિંગ યુનીટનાં નવીનીકરણ માટેના કુલ રૂ. ૨૧૭૧.૩૧ લાખના પ્રોજેક્ટ પૈકી રાજ્ય સરકારની કુલ રૂ. ૧૩૭૫.૮૪ લાખની સહાય મંજુર કરવામાં આવી, સહાયના પ્રથમ હપ્તા પેટે રૂ. ૩૫૦.૦૦ લાખનો ચેક રાજકોટ દૂધ સંઘને અર્પણ કરવામાં આવેલ. આ ઉપરાંત ૪૭૫૬ કેમ્પનું આયોજન કરી કુલ ૧૪.૫૭ લાખ પશુઓમાં સારવાર પૂરી પાડવામાં આવી, જેનો કુલ ૨.૦૬ લાખલાભાર્થીઓએ લાભ લીધો. ઘેટાં બકરાંમાં કૃમિનાશક સારવાર અભિયાન અંતર્ગત ૪૨.૮૮ લાખ પશુઓને કૃમિનાશક સારવાર પૂરી પાડવામાં આવી. જેનો કુલ ૨.૧૫ લાખ પશુપાલક લાભાર્થીઓએ લાભ લીધો. ઘેટાં-બકરાં માટે પી.પી.આર. રસીકરણઅભિયાન અંતર્ગત ૧૧.૧૭ લાખ ઘેટાં-બકરામાં પી.પી.આર. રસીકરણ કરવામાં આવ્યું. જેનો કુલ ૮૦,૭૮૬ પશુપાલકોએ લાભ લીધો. ગૌશાળા / પાંજરાપોળને અધ્યતન બનાવવાની યોજના અંતર્ગત ૨૩૯ સંસ્થાઓને રૂ. ૬.૫૭ કરોડનું ચુકવણું કરવામાં આવ્યું.
મંત્રીએ કહ્યું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ આત્મનિર્ભર ગ્રામ યાત્રા હેઠળ કુલ ૧૦૦ દૂધઘર/ગોડાઉનનું ખાતમુહુર્ત, કુલ ૩ પશુ દવાખાનાના મકાનનું લોકાર્પણ, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના હેઠળના કુલ ૧૦ ઉપકેન્દ્રોના કામોનું ખાત મુહુર્ત, ૧૨ દુધાળા પશુના ડેરી ફાર્મ/બકરાં એકમ/વિદ્યુત સંચાલિત ચાફકટર/કેટલશેડ બાંધકામ સહાયના કુલ ૧૬૫ લાભાર્થીઓને પ્રતિકાત્મક ચેક વિતરણ કરવામાં આવ્યું. પશુપાલકોના ગાભણપશુઓ માટે ખાણદાણ સહાય યોજનામાં રૂ.૨૩૨૬.૦૫ લાખનાં ખર્ચે ૫૦,૨૯૩ પશુપાલક લાભાર્થીઓને દાણ વિતરણ કરવામાં આવ્યું. ભારત સરકારના “રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ” મળેલ સહાયથી ફ્રોઝન સિમેનસ્ટેશન પાટણ ખાતે તૈયાર થયેલ “સેક્સડસીમેન લેબોરેટરી”નું ઈ-લોકાર્પણ કરાયું. આ લેબોરેટરીમાં ઉત્પાદિત થનાર સીમેન ડોઝના ઉપયોગ થકી ૮૫ થી ૯૦ ટકા વાછરડીઓ અને પાડીઓનો જન્મ થશે અને રાજ્યમાં પશુપાલન વ્યવસાય વધુ આગામી દિવસોમાં વધુ નફાકારક બની રહેશે

કૃષિમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યના ખેડૂતોને બાગાયતી ખેતી તરફ વાળવા માટે રાજ્ય સરકારે મહત્વનું પગલું ઉપડ્યું છે અને ખેડૂતોને કૌશલ્યવર્ધક તાલીમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સુંશી મુકામે લીંબુ વર્ગીય પાકો માટેના સેન્ટર ઓફ એકસેલેંસનું તેમજ વલસાડ જિલ્લાના ચણવઈ મુકામે ફૂલપાકો માટેના સેન્ટર ઓફ એકસેલેંસનું ઇ-લોકાર્પણ કરાયું છે. આગામી વર્ષ ૨૦૨૨-૨૩ માં જામનગર, અમદાવાદ અને ખેડા જિલ્લાઓમાં પણ વધુ ૩ નવા સેન્ટર ઓફ એક્સેલન્સ ઉભા કરવાનું આયોજન છે.

બાગાયત ખાતાના “કેનિંગ અને કિચન ગાર્ડન સેન્ટરો” ખાતે “અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટના સેન્ટર” તરીકેની તાલીમ આપવા માટે રાજ્યના ૩૩ જીલ્લાઓમાં ઓનલાઇન માધ્યમથી કૂલ ૧૪૯૫ તાલીમાર્થીઓને તાલીમ આપી યોજનાનું સમગ્ર રાજ્યમાં અમલીકરણ શરૂ કરવામાં આવ્યું. જેના દ્વારા શહેરી વિસ્તારમાં પોતાના ઘરની આજુ બાજુની ખુલ્લી જગ્યામાં કિચન ગાર્ડન, હર્બલ ગાર્ડન, રૂફટોપ ગાર્ડન, બાલ્કની ગાર્ડન દ્વારા બાગાયતી પેદાશનુ ઉત્પાદન કરી પોતે ઉપયોગ કરી પોષણ અને સ્વાસ્થ્યની જાળવણી કરવા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું. બાગાયત ખાતા દ્વારા રાજ્યમાં રોડ સાઈડ ખુલ્લામાં ફળ- શાકભાજીનું વેચાણ કરતા નાના વેચાણકારોને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા, ગરમીથી રક્ષણ મળે, વજનમાં ઘટ ન આવે તે હેતુસર વિનામુલ્યે ૩૦૦૦૦ લાભાર્થીઓને રૂ. ૬.૦૬ કરોડના છત્રી/શેડ કવર પુરા પાડવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવેલ. જે અંતર્ગત રાજયના ૩૦,૦૦૦ લાભાર્થીઓને વિતરણ કરી ૧૦૦% સિધ્ધી હાંસલ કરવામાં આવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular