Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરસ્વચ્છ સર્વેક્ષણ 2022માં ફાઇવ સ્ટાર રેટિંગ મેળવવા જામ્યુકોની નેમ

સ્વચ્છ સર્વેક્ષણ 2022માં ફાઇવ સ્ટાર રેટિંગ મેળવવા જામ્યુકોની નેમ

સ્થાયી સમિતિની બેઠકમાં કુલ રૂા. 29.87 કરોડના જુદા-જુદા વિકાસ કામોને બહાલી આપવામાં આવી

- Advertisement -

જામનગર મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરમાં જુદા જુદા રૂા. 29.87 કરોડના વિકાસ કામોના ખર્ચને બહાલી આપવામાં આવી છે. આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 2022માં જામનગર શહેર માટે ફાઇવ સ્ટાર રેટીંગ મેળવવા તેમજ ઓડીએફ અંતર્ગત વોટર પ્લસ સર્ટિફીકેટ મેળવવા દરખાસ્ત કરવામાં આવી છે. જ્યારે કોન્ટ્રાકટ બેઇઝ પર કામ કરતાં 34 વર્ક આસિસ્ટન્ટની મુદ્તમાં છ માસનો વધારો કરવામાં આવ્યો છે.

- Advertisement -

ચેરમેન મનિષ કટારીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઝોન-1 અને ઝોન-2માં વોટર વર્કસ, ડ્રેનેઝના કામ માટે કુલ 29 કરોડના ખર્ચની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર મહાપાલિકાની માલિકીની દશ સીટી બસ હાલ જે પાર્ટી દ્વારા ચલાવવામાં આવે છે. તેની મુદ્તમાં નવી ટેન્ડરની પ્રક્રિયા સુધી વધારો કરવામાં આવ્યો છે. જ્યારે શહેરના જુદા જુદા વોર્ડમાં માર્ગ મરામતના કામ માટે વધારાના રૂા. 31 લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. સ્થાયી સમિતિની બેઠકમાં મેયર બિનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, કાર્યપાલક ઇજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે કોરોના સંક્રમણને કારણે કમિશનર અને ડીએમસી ઉપસ્થિત રહી શકયા ન હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular