Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરવાસીઓ માસ્ક પહેરજો નહિતર....

જામનગરવાસીઓ માસ્ક પહેરજો નહિતર….

- Advertisement -

જામનગર મહાનગર પાલિકા દ્વારા આજે સતત બીજા દિવસે દુકાનોમાં માસ્ક સંદર્ભે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બર્ધન ચોકમાં આજે જે દુકાનદારોએ માસ્કના અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કર્યું ન હતું તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો. આજે 4500 રૂપિયા દંડ ફટકાર્યો હતો.

- Advertisement -

બર્ધન ચોકમાં આજે દુકાનદારો પાસેથી 4500 રૂપિયા દંડ વસુલવામાં આવ્યો હતો. ત્યારે ગઈકાલે પણ એસટી રોડ પર માસ્ક સંદર્ભે ચેકિંગમાં મનપાની સોલીડ વેસ્ટ શાખા દ્વારા રૂ.12000 જેટલો દંડ વસુલવામાં આવ્યો હતો. જામનગર સહીત રાજ્યભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા પણ સતત માસ્કના નિયમોનું પાલન કરવાનું જણાવવામાં આવે છે.જામનગરના લોકો પણ આ નિયમોનું પાલન કરે અને કોરોનાને ફેલાતો અટકાવે તે માટે મહાનગરપાલિકા દ્વારા બે દિવસથી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular