સુરતના યોગીચોક પાસે મંગળવારે રાત્રે એક ખાનગી બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટતા વિકરાળ આગના પરિણામે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસમાં કેબિનમાં બેઠેલા ત્રણ લોકો માંથી યુવક બહાર નીકળી ગયો હતો. પરંતુ એક મહિલા અને અન્ય એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
ભાવનગર જવા નીકળેલી લકઝરી બસમાં શોર્ટસર્કિટ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. આગ લાગતા બસમાં બ્લાસ્ટ થયો હતો અને ડબલબેડ વાળા બોક્સમાં મહિલા સહિત બે લોકો બેઠા હતા. જેમાંથી યુવક બહાર નીકળી જતા તેનો જીવ બચી ગયો હતો અને બે લોકોના મૃત્યુ થયા હતા. આગ લાગ્યા બાદ બસમાં એસીનું કમ્પ્રેસર ફાટ્યું હતું. આ બ્લાસ્ટ અને બસમાં સૂવા માટે ગોઠવાયેલી ફોમની ગાદીને કારણે આગ વધુ વિકરાળ બની હતી.
#Gujarat #Surat #video #News #Khabargujarat
સુરતના યોગી ચોક પાસે ગઈકાલે રાત્રે લકઝરી બસમાં બ્લાસ્ટ બાદ વિકરાળ આગ ફાટી નીકળતા મહિલા સહીત બે લોકોના મોત
એસીમાં શોટસર્કીટના પરિણામે આગનું પ્રાથમિક તારણ pic.twitter.com/feHAh3T4qg
— Khabar Gujarat (@khabargujarat) January 19, 2022
ઘટનાની જાણ થતા તરત જ ફાયર અને 108 એમ્બ્યુલન્સ નો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવ્યો હતો આગની ઘટના બાદ વરાછા રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા