Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા બીજી વખત કોરોના સંક્રમિત

જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા બીજી વખત કોરોના સંક્રમિત

ધારાસભ્યના પત્ની અને પુત્રને પણ કોરોના : સંપર્કમાં આવેલા લોકોને પરિક્ષણ કરાવવા અપીલ : હાલારમાં કુલ 268 કોરોના પોઝિટિવ કેસ

- Advertisement -

જામનગર અને દ્વારકા જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં 24 કલાક દરમ્યાન જામનગર શહેરમાં 172 અને ગ્રામ્ય વિસ્તારોમાં 55 મળી કુલ 227 કોરોના પોઝિટિવ દર્દીઓ નવા ઉમેરાયા હતાં. જયારે 99 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. ઉપરાંત દ્વારકામાં 41 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 15 દર્દીઓ સ્વસ્થ થયા હતાં.

- Advertisement -

જામનગર શહેરમાં કોરોના સંક્રમણ ચિંતજનક રીતે વધવાથી 24 કલાક દરમ્યાન જામનગર શહેરમાં સોમવારે 172 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જયારે 50 દર્દીઓ સાજા થયા હતાં અને ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે 55 પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા હતાં તથા 49 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. આમ જામનગર જિલ્લામાં કુલ 227 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે 99 દર્દીઓ સાજા થયા હતાં. જામનગર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરે ગતિ પકડી છે અને રોજ નોંધાતા કેસમાં જબ્બર ઉછાળો નોંધાયો છે. શહેરમાં છેલ્લે સાત મહિના અગાઉ 23 મે 2021 ના રોજ 102 કેસ નોંધાયા હતાં. ત્યારે કોરોનાની બીજી લહેરના વળતા પાણી થઈ રહ્યા છે. આજે સાત મહિના બાદ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસના આંકડાએ ફરી સદી પાર કરી છે. આ સાથે જ ત્રીજી લહેરે પીક તરફ પ્રયાણ શરૂ કર્યુ છે.

છેલ્લાં બે સપ્તાહથી શહેરમાં સતત વધી રહેલા કોરોનાના આંકડા શહેરીજનો અને આરોગ્ય તંત્રની ચિંતા વધારી રહ્યા હતાં. ત્યાં કોરોના વિસ્ફોટે તંત્રને દોડતું કરી દીધું છે. લોકોમાં પણ ફરી ભયનું લખલખું વ્યાપી ગયું છે. જો કે, રાહતની વાત એ છે કે, બીજી લહેરની જેમ આ વખતે કોરોનાના ગંભીર લક્ષણો હજુ સુધી સામે આવ્યા નથી. તેમજ દર્દીને ઓકસીજનની સમસ્યા પણ ગંભીર બની છે. પરિણામે હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ ઓછું રહ્યું છે.

- Advertisement -

તેમજ જામનગર ઉત્તરના ધારાસભ્ય અને પૂર્વ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા બીજી વખત કોરોના સંક્રમિત થયા હતાં અને તેમના પત્ની અને પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હોમઆઇસોલેશન થયા હતાં. ધારાસભ્ય દ્વારા તેમના સંપર્કમાં આવેલ લોકોએ કોરોના પરિક્ષણ કરાવવા અપીલ કરવામાં આવી હતી. જોકે, ધારાસભ્ય અને તેમના પરિવારનું સ્વાસ્થ્ય સારું હોવાનું પણ જણાવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સોમવારે કરવામાં આવેલા કોરોના અંગેના કુલ 998 ટેસ્ટ પૈકી 41 નવા દર્દીઓ નોંધાયા છે. જેમાં દ્વારકા તાલુકામાં 21, ખંભાળિયા તાલુકામાં 11, કલ્યાણપુર તાલુકામાં 6 અને ભાણવડ તાલુકામાં 3 દર્દીઓ નોંધાતા કોરોનાનો જિલ્લામાં કુલ એક્ટિવ કેસનો આંકડો બસો ઉપર પહોંચી ગયો છે. આ દરમિયાન દ્વારકાના 14 અને ખંભાળિયાના એક મળી કુલ 15 દર્દીઓને સ્વસ્થ તૈયાર કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular