જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં કચરામાંથી વીજળી બનાવતો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ સ્થાપવામાં આવ્યો છે. જેના કારણે આ વિસ્તારમાં પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું હોય તેવી ફરિયાદો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યા બાદ આજરોજ વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર દ્વારા નાગરિકોને સાથે રાખી મોઢા ઉપર આ પ્રોજેક્ટ વિરોધી લખાણ લખી વિરોધ દર્શાવ્યો હતો.
જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટ સ્થાપવામાં આવ્યો છે. જેને લઇ આ વિસ્તારના રહેવાસીઓમાં વિરોધનો વંટોળ શરુ થયો છે. છેલ્લા ઘણા દિવસોથી આ પ્રોજેકટને લઇ વિરોધ પ્રદર્શનો તેમજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યા બાદ ગઈકાલે વોર્ડ નં. 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા રહેવાસીઓને સાથે રાખી ધરણા યોજ્યા બાદ આજરોજ નવતર રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા નાગરિકોને સાથે રાખી આ પ્રોજેક્ટ ના વિરોધમાં મોઢા ઉપર તથા હાથ ઉપર લખાણ લખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને આ પ્રોજેક્ટ બંધ કરવા માંગણી કરી હતી.