Friday, December 13, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં રોજ નોંધાશે 50,000 કેસ

ગુજરાતમાં રોજ નોંધાશે 50,000 કેસ

બેંગ્લોર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ સેન્ટરનો ચોંકાવનારો અહેવાલ જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં હશે પીક, ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં આથમવા લાગશે ત્રીજી લહેર : વેક્સિન લીધા વગરના લોકો વધારશે જોખમ

- Advertisement -

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બની રહ્યું છે. ત્યારે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં જ ત્રીજી લહેરની પીક આવી જવાની સંભાવના બેંગ્લોરની એક સંસ્થા દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ અંતિમ સપ્તાહમાં રાજયમાં દૈનિક 50,000થી વધુ કેસ નોંધાઇ શકે છે. જો કે, ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી કોરોનાની ત્રીજી લહેર આથમવા લાગશે. ત્રીજી લહેરને ચરમસીમાએ પહોંચાડવામાં વેક્સિન નહીં લેનારા લોકોની ભૂમિકા ખૂબજ મોટી હશે. તેવું પણ દર્શાવવામાં આવ્યું છે.

- Advertisement -

ગુજરાતમાં ઓમિક્રોન વેરિઅન્ટનું કોમ્યનિટી સ્પ્રેડ શરૂ થયાના પહેલા જ સપ્તાહે કોવિડ-19ના પોઝિટીવિટી રેટમાં 346 ટકાનો વધારો થઈ ચૂક્યો છે. સરકારી રિપોર્ટ મુજબ ચોથી જાન્યુઆરીના રોજ ગુજરાતમાં પોઝિટીવિટી રેટ 2.40 ટકા હતો જે વધીને 10 જાન્યુઆરીએ 8.31 ટકાએ પહોંચ્યો

છે. દરમિયાન બેંગ્લોર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ ઈન્ડિયન સ્ટેટેસ્ટિકલ સેન્ટર ઈંઈંજભ- ઈંજઈંના ઈન્ટેલિજન્સના ઓમિક્રોન પ્રોજેક્શનમાં આગામી 9 દિવસ પછી 21થી 27 જાન્યુઆરી વચ્ચે દૈનિક કેસ 50,000ને પાર જવાના શક્યતાદર્શી અહેવાલ તૈયાર કર્યો છે. ફેબ્રુઆરીના પહેલા સપ્તાહે પીક ઉપર પહોંચશે જેના પગલે ગુજરાત સરકાર ઊં ઘતી ઝડપાઈ છે. આથી લગ્ન પ્રસંગ સહિતના મેળવાડાઓમાં 150 જ વ્યક્તિની મર્યાદા સહિતના નિયંત્રણો જાહેર કરવા પડયા છે. ઈંઈંજભ-ઈંજઈંના ઈન્ટેલિજન્સ નેટવર્ક દ્વારા સમગ્ર દેશ માટે ઓમિક્રોન પ્રોજેક્શન કરવામાં આવ્યુ છે. નવા વેરિઅન્ટથી ઉદ્દભવેલો થર્ડવેવ ભારતમાં ફેબ્રુઆરીના પહેલા સપ્તાહે પીક ઉપર પહોંચશે તેમ કહેવાયુ છે. બીજા સપ્તાહ સુધીમાં થર્ડવેવ આથમવા તરફ ઢળશે જો કે, ગુજરાતમાં તે પહેલા જ જાન્યુઆરીના છેલ્લા સપ્તાહે જ દૈનિક કેસ સર્વોચ્ચ સપાટીએ રહીને ફેબ્રુઆરીના બીજા સપ્તાહ સુધીમાં થર્ડવેવ આથમવા તરફ ઢળશે એવુ ગ્રાફિક્સ રજૂ થયુ છે. દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનને કારણે ઉદ્દભવેલી વેવની મેથડોલોજીના આધારે ઈંઈંજભ-ઈંજઈંના આ ક્ષેત્રના નિષ્ણાતોએ આકલન બાંધ્યુ છે. રાજ્યના આરોગ્ય વિભાગના તજજ્ઞોના કહેવા મુજબ ઓમિક્રોનની એન્ટ્રીના 41 દિવસોમાં છેલ્લા 15- 17 દિવસોમાં જ દૈનિક કેસમાં ઉછાળો નોંધાયો છે.

- Advertisement -

છેલ્લા રિપોર્ટ મુજબ ઓમિક્રોનના હળવા લક્ષણો હોવાથી હોસ્પિટલાઈઝેશનનો દર અત્યંત નીચો છે. 9 જાન્યુઆરીને રવિવારે ગુજરાતમાં 27,913 એક્ટિવ કેસ હતા. જે પૈકી 17 વેન્ટિલેટર પર, 12 બાઈપેપ અને 116 ઓક્સિજન પરના દર્દી સહિત માત્ર 656 જ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

બાકીના 27,913 ચેપગ્રસ્તો ઘરે હોમ આઈસોલેશનમાં હતા. જો કે, ઈંઈંજભ- ઈંજઈંના પ્રોજેક્શનને ધ્યાને લઈને હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સહિત દવા અને મેડિકલ મેનેજમેન્ટને એલર્ટ કરી દેવાયુ છે. ભૂતકાળમાં પોણા બે વર્ષમાં ચેપના ફેલાવો, એક વર્ષથી ચાલતુ વેક્સિનેશન અભિયાન અને ઈમ્યુનિટી એમ ત્રણ પેરામિટર્સને આધારે IISc-ISIએ પ્રોજેક્શન કર્યુ છે. આ અવલોકન કેટલુ સત્ય ઠરે છે.

- Advertisement -

તે ઉત્તરાયણ બાદ 17થી 23 જાન્યુઆરીમાં જ આપોઆપ સ્પષ્ટ થઈ જશે. હકીકતમાં 4 જાન્યુઆરીએ 2.40 ટકા પોઝિટિવિટી રેટ પાંચમી જાન્યુઆરીએ જ 8.35 ટકા પહોંચી ગયો હતો. ભારત સરકારની પ્રવર્તમાન ગાઈડલાઈન મુજબ જ્યાં પોઝિટીવિટી રેટ 10 ટકાથી વધે તે વિસ્તારોને ફરજીયાતપણે ક્ધટેઈન્ટમેન્ટ ઝોનમાં તબદિલ કરવાનો હોય છે. જેથી ચેપના ફેલાવાની ગતિને અવરોધી શકાય. કારણ કે ચેપગ્રસ્તોના સંપર્કમાં રહેલા વ્યક્તિઓ જ સૌથી વધુ કોરોના પોઝિટીવ આવી રહ્યા છે. 9મી જાન્યુઆરીની સ્થિતિએ કુલ ચેપગ્રસ્તોના કોન્ટેક્ટ ટ્રેસિંગમાં થયેલા ટેસ્ટિંગમાં 49.16 ટકા અવેરજ પોઝિટીવ આવ્યા હતા. વેક્સિન વગરના 15.33 લાખ નાગરિકોથી જોખમ વધશે. ગુજરાતમાં વેક્સિનેશનને પાત્ર 4 કરોડ 93 લાખ 20 હજાર 903માંથી હજી સુધી 15,33,370 નાગરીકોએ કોરોના સામેની રસી જ મૂકાવી નથી. થર્ડવેવમાં આવા નાગરીકોથી ચેપના ફેલાવા અને વાઈરસના મ્યુટેશનનું જોખમ વધી શકે છે. વેક્સિન વગરના ચેપગ્રસ્ત નાગરીકોથી ઓમિક્રોનના લક્ષણો પણ બદલાવાની સંભાવના છે. આવા નાના સમુહને પણ ધ્યાને રાખીને 1લી જાન્યુઆરીથી 21મી ફેબ્રુઆરી વચ્ચે ગુજરાતમાં થર્ડવેવનું આકલન કરવામાં આવ્યુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular