જામનગર તાલુકાના સુવરડા ગામમાં રહેતી મહિલાને પતિએ જામનગર રહેવા જવાની ના પાડતા મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સુવરડા ગામમાં રહેતાં અને ખેતી કરતા અરુણબેન ભુપતભાઈ નંદા (ઉ.વ.46) નામના મહિલાને જામનગરમાં રહેવા જવું હતું પરંતુ, તેણીના પતિએ ના પાડતા મનમાં લાગી આવતા સોમવારે સવારના સમયે સુવરડા ગામે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ઉલટી થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેણીનું મંગળવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ ભૂપતભાઈ દ્વારા જાણ કરાતા હેકો બી.એન. ચોટલિયા તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી.


