જામનગર તાલુકાના દડિયા ગામમાં રહેતી યુવતીને તેણીના સાસરિયાઓ દ્વારા અપાતા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી તેના ઘરે દવાના ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના દડિયા ગામમાં રહેતી ભારતીબેન રેશિયા (ઉ.વ.21) નામની યુવતીને તેણીના પતિ મહેશ ભીમજી રેશિયા, સસરા ભીમજી રેશિયા, નણંદ તારાબેન જયેશ મકવાણા દ્વારા લગ્નજીવન દરમિયાન અવાર-નવાર શારીરિક-માનસિક ત્રાસ આપતા હતાં. જેથી જિંદગીથી કંટાળીને મંગળવારે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.