જામનગર તાલુકાના ગાયત્રીનગર ગામમાં રહેતાં પ્રૌઢ તેના ઘરે ન્હાવા ગયા તે દરમિયાન હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ જવાથી હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના ગાયત્રીનગર ગામમાં રહેતા અને ખેતીકરતા મનસુખભાઈ વસ્તાભાઈ ચાંગાણી (ઉ.વ.55) નામના પ્રૌઢ ગુરૂવારે બપોરના સમયે તેના ઘરે બાથરૂમમાં ન્હાવા ગયા હતાં તે દરમિયાન એકાએક છાતીમાં દુ:ખાવો થતા બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું શુક્રવારે સાંજે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.