ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી છે ત્યારે સમગ્ર દેશની સાથે જામનગરમાં પણ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેને ધ્યાને લઇ તંત્ર સતર્ક થયું છે. જેના ભાગરૂપે આજરોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા શુક્રવારી બજારમાં રેપિડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે, જામનગર શહેરમાં પ્રદર્શન મેદાન નજીક ભરાતી શુક્રવારી બજારમાં લોકો મોટી સંખ્યામાં ઉમટતાં હોય છે. હાલમાં કોરોનાનું સંક્રમણ વધી ગયું છે. ત્યારે કોરોના સંક્રમણ સામે તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા ટેસ્ટીંગ પ્રક્રિયા વધારો કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા શુક્રવારી બજારમાં રેપિડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી હતી.