Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજાંબુડા નજીક ટ્રકે સરકારી વાહનને હડફેટે લેતા અકસ્માત

જાંબુડા નજીક ટ્રકે સરકારી વાહનને હડફેટે લેતા અકસ્માત

જામનગર તાલુકાના જાંબુડા ગામ નજીકથી પૂરઝડપે પસાર થતા ટ્રકે સરકારી વાહનને ઠોકર મારી હડફેટે લેતા થયું હતું. સદનસીબે અકસ્માતમાં કોઇ જાનહાની થઈ ન હતી. અકસ્માતના બનાવમાં ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના જાંબુડા ગામની ગોલાઈ નજીકથી પૂરઝડપે બેફીકરાઈથી આવતા એચઆર-64-5212 નંબરના ટ્રકના ચાલકે સામેથી આવતી જીજે-10-જીએ-0343 નંબરની સરકારી ટાટા સુમો વાહનને ઠોકર મારતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સદનસીબે કોઇ જાનહાની પહોંચી ન હતી. માત્ર સરકારી વાહનમાં જ 15 હજારનું નુકસાન થયું હતું. અકસ્માતની ઘટના બાદ આ બનાવ અંગે સરકારી વાહનના ચાલક ધર્મેન્દ્રગીરી ગોસ્વામી દ્વારા જાણ કરાતા હેકો બી.એન. ચોટલિયા તથા સ્ટાફે ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular