જામનગરની મુલાકાતે આવેલાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલે આજે સવારે જામનગરના ધારાસભ્ય અને પૂર્વ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાની તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. ધારાસભ્ય હકુભાના પરિવાર દ્વારા પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે હકુભાના પિતા મેરૂભા જાડેજાએ સીઆર પાટિલને તેમની આ શુભેચ્છા મુલાકાત નિમિત્તે મોમેન્ટો અપર્ણ કર્યો હતો. હકુભાના નિવાસસ્થાને ભાજપા પ્રદેશ અધ્યક્ષની મુલાકાત સમયે હકુભાના ધર્મપત્નિ પ્રફુલ્લાબા, પુત્ર જગદીશસિંહ, પિતા મેરૂભા સાથે જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશ મુંગરા, શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. વિમલ કગથરા, પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખ હિંડોચા, અમિતભાઇ ખાખરીયા તથા તેમનો પરિવાર, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ મહામંત્રી મેરામણ ભાટુ, દ્વારકા જિલ્લા ભાજપા પ્રમુખ ખીમભાઇ જોગલ, મારખીભાઇ વસરા, જિલ્લા ભાજપા મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહયા હતા.