Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમહિલા મહેશ્વરી સંગઠન દ્વારા મહિલાઓની ક્રિકેટ મેચ યોજાઇ

મહિલા મહેશ્વરી સંગઠન દ્વારા મહિલાઓની ક્રિકેટ મેચ યોજાઇ

- Advertisement -

જામનગરમાં ગઇકાલે મહિલા મહેશ્વરી સંગઠન દ્વારા મહિલાઓ માટેની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

વર્ષ 2015માં આ સંસ્થાની સ્થાપના કરાયા બાદ મહિલાઓ માટેની વિવિધ સ્પર્ધાઓ તેમજ કોરોનાકાળ દરમિયાન ઓનલાઇન સ્પર્ધા સહિતના આયોજનો આ સંસ્થા દ્વારા થઇ રહ્યાં છે. તેમજ છેલ્લા ત્રણેક વર્ષથી મહિલાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગઇકાલે મહિલાઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં ચાર ટીમોએ ભાગ લીધો હતો અને મહિલાઓએ આ ક્રિકેટ મેચનો આનંદ માણ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular