ધ્રોલના આશરા ધર્મ ખાતર ખેલાયેલા મહાયુધ્ધના મેદાન પર અખિ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા શૌર્યકથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાંથી રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે. ત્યારે આજરોજ જામનગર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપૂત સમાજના યુવાનો જામનગરથી બાઇક રેલીમાં વિશાળ સંખ્યામાં જોડાયા હતાં અને જામનગરથી શરુ થયેલી આ બાઇક રેલી ધ્રોલ ખાતે આયોજિત શૌર્યકથા સપ્તાહમાં પહોંચી હતી.