દ્વારકા જીલ્લાના મીઠાપુર નજીક આજે સાંજના સમયે એક બસમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી.
જેના પરિણામે આસપાસની દુકાનો પણ આગની ઝપટે આવી હતી. મળતી વિગતો મુજબ આગ લાગી ત્યારે બસમાં કોઈ બેઠેલ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. ટાટા કંપની નજીક બસમાં આગ લાગતા આગ પર કાબુ મેળવવા માટે ટાટા કંપનીના ફાયટ ફાઈટર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.