Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના યુવકે જુનિયર સાયન્સ ઓલમ્પિયાડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

જામનગરના યુવકે જુનિયર સાયન્સ ઓલમ્પિયાડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

- Advertisement -

તાજેતરમાં દુબઇમાં યોજાયેલ 18મી ઈન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલમ્પિયાડમાં જામનગરના રેસોનન્સ સ્ટડી સેન્ટરના વિદ્યાર્થી રાજદીપ મિશ્રાએ દુબઇ ખાતે ગોલ્ડ મેડલ મેળવી નગરનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યુ છે.

- Advertisement -

છયતજ્ઞક્ષફક્ષભય કોટા રાજસ્થાનની એજયુવેન્ચર કાું. ની છે. જેની બ્રાંચ દેશમાં દરેક શહેરમાં છે. જામનગર સેન્ટરના વિદ્યાર્થી અને નગરની એરફોર્સ સ્કૂલમાં ધો.10 માં અભ્યાસ કરતા રાજદીપ છેલ્લાં ત્રણ વર્ષથી રેસોનન્સ સેન્ટરમાં વિવિધ કોમ્પીટીટીવ એકઝામની ત્ કરી કઠીનમાં કઠીન કસોટીઓ ક્રેક કરવામાં મહારથ મેળવી રહ્યો છે. રાજદીપના પિતા એરફોર્સમાં ફરજ બજાવે છે. ત્યારે રાજદીપ મુંબઇ આઈઆઈટીમાં કોમ્પ્યુટર સાયન્સમાં ઉચ્ચ અભ્યાસ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

જામનગરનું આ સ્ટડી સેન્ટર મયુર કોમ્પલેક્ષ ત્રીજા માળે, ખોડિયાર કોલોની, જામનગર ખાતે આવેલ છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય ઓલમ્પિયાડમાં એમસીકયુ થીયરી અને પ્રેકટીકલ ત્રણેય પ્રકારની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવા આકરો પરિશ્રમ કરવો પડે છે. રાજદીપ છેલ્લાં દોઢ વર્ષથી સાયન્સ ઓલમ્પિયાડ માટે રેસોનન્સ સેન્ટરમાં ખાસ તેયારી કરતો હતો.
ઈનટરનેશન જુનિયર સાયન્સ ઓલમ્પિયાડમાં વિશ્ર્વભરમાંથી ધો.8 થી 12 ના 600 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી રાજદીપે ગુરૂ દ્વોણ મળે તો અર્જુન થવાય સૂત્રને સાર્થક કરી રેસોનન્સ સેન્ટરના ઉત્તમ શિક્ષણનો ઋણુ સ્વીકાર કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular