જુનાગઢ માંથી અવારનવાર સિંહોને વિડીઓ સામે આવતા હોય છે. જુનાગઢના મોટા હડમતીયા ગામે શિકારની શોધમાં સિંહ આટાફેરા કરતાં જોવા મળ્યા હતા. ત્યારે એક બળદે તેને ભગાડી દીધા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
#Gujarat #Junagadh #lion #CCTV #Videonews #Khabargujarat
જુનાગઢના મોટા હડમતીયા ગામે શિકારની શોધમાં નીકળેલા બે સિંહને બળદે ભગાડી દીધા pic.twitter.com/6tdrbF2P0r
— Khabar Gujarat (@khabargujarat) December 23, 2021
સીસીટીવીમાં જોઈ શકાય છે કે ગામડામાં શિકારની શોધમાં બે સિંહ આટા મારી રહ્યા હતા. ત્યારે એક બળદ બન્નેને ભગાડી દે છે. આ અગાઉ હડમતીયા ગામમાં 14 સિંહોનો વસવાટ રહ્યો છે.